લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં રહેતી પરિણીતાએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી હતી. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ દ્વારા મૃતદેહને પીએમઅર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં રહેતાં હંસાબેન નાનજીભાઇ ધુ્રવ નામના 42 વર્ષની પરિણીતાએ તા. 09ના રોજ સાંજના સમયે પોતાના ઘરે એકલાં હતા ત્યારે રહેણાંકની આડીમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે. આ ઘટના અંગે જામનગરના હર્ષદપુર ગામમાં રહેતા મૃતકના પુત્ર કરણભાઇ દ્વારા પોલીસને જાણ કરાતા લાલપુર પોલીસ દોડી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા આગળની તપાસ હાથ ધરી છે. હંસાબેનના લગ્ન હર્ષદપુર ગામમાં રહેતાં નાનજીભાઇ ધ્રુવ સાથે થયા હોવાનું અને બે સંતાનો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. છેલ્લાં કેટલાંક સમયથી પતિ-પત્ની વચ્ચે મનદુ:ખ થયું હોય રિસામણે બેઠા હતા. આ દરમ્યાન તેઓએ આ પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે લાલપુર એએસઆઇ ડી. ડી. જાડેજા દ્વારા વધુ તપાસ ચલાવાઇ રહી છે.


