જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ઇંગ્લિશ દારૂ અને બિયર નો માતબર જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો, જે પૈકી રૂપિયા 86,05,450 ની કિંમત માં 11,039 નંગ દારૂ અને બિયરની બાટલીના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવાયું હતું.
ધ્રોલના પ્રાંત અધિકારીની હાજરીમાં જામનગર ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી આર.બી. દેવધા, ધ્રોલના પી.આઇ. એચ. વી. રાઠોડ, નશાબંધી શાખાના અધિકારી એસ.વી વાળા તથા પોલીસ ટીમ દ્વારા મોડી સાંજે કન્યા છાત્રાલય પાછળના વિસ્તારમાં આવેલા સરકારી ખરાબાની જગ્યામાં ઈંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો પાથરવામાં આવ્યો હતો, અને તેના ઉપર બુલડોઝર ફેરવી દઈ તમામ જથ્થાનો નાશ કરી દેવાયો હતો.
View this post on Instagram


