તાજેતરમાં જુનાગઢ મુકિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતાં. ત્યારે જામનગર શહેર પૂર્વ ભાજપ પ્રમુખ અને જુનાગઢના ભાજપ પ્રભારી મુકેશભાઇ દાસાણી દ્વારા મુખ્યમંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. જુનાગઢ ભાજપ અઘ્યક્ષ, મેયર, સાંસદ, ધારાસભ્ય સાથે મુકેશ દાસાણીએ મોમેન્ટો અર્પણ કર્યુ હતું. તેમજ જુનાગઢ શહેરની ટીમ સાથે આગામી વિકાસ વિશે ચર્ચા વિચારણા અને પરામર્શ મુખ્યમંત્રીએ કર્યા હતાં.


