જામનગરના એરફોર્સ-2 નજીક આવેલા વિસ્તારમાં પોલીસને બાતમી આપતા હોવાનો ખાર રાખી બે શખ્સોએ વિપ્ર યુવાન ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગરના એરફોર્સ-2 પાસે આવેલી સ્વામી નારાયણ રેસિડેન્સીની બાજુમાં જયેશ ભાસ્કર પંડયા (ઉ.વ.36) નામનો ડ્રાઇવિંગ કરતો યુવાન દેવાંગ પરમાર અને દિશાંત ચાવડાની બાતમી પોલીસને આપતો હોવાનું સમજતા હોય અને પોલીસનો બાતમીદાર હોવાનો ખાર રાખી સોમવારે રાત્રિના સમયે બન્ને શખ્સોએ લોખંડ તથા પ્લાસ્ટીકના પાઇપ વડે જયેશ પંડયા ઉપર હુમલો કરી ગાળાગાળી કરી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ એસ. એમ. સિસોદિયા તથા સ્ટાફએ જયેશના નિવેદનના આધારે બે શખ્સો વિરૂઘ્ધ માર મારી હત્યાની ધમકીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી હતી.


