જામનગર હાપા માર્કેટિંગ યાર્ડની બહાર આજે મગફળી ભરેલા વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. આશરે 200થી વધુ વાહનો મગફળીનો જથ્થો લઈને યાર્ડની બહાર લાઇનમાં ઊભા રહ્યા હતા. આ વર્ષે મગફળીનું ઉત્પાદન સારું થતા, ખેડૂતો મોટી સંખ્યામાં પોતાનો જથ્થો વેચાણ માટે યાર્ડ પર લાવી રહ્યા છે.
એકસાથે મોટા પાયે મગફળીની આવક થતાં યાર્ડની અંદર જગ્યા પુરતી ન રહેતા વાહનોને યાર્ડની બહાર રોકી દેવા પડી રહ્યા છે. જેના કારણે ખેડૂતોને રાતભર પોતાની ટ્રેક્ટર કે ટેમ્પો સાથે લાઇનમાં ઊભા રહેવું પડે છે. ઘણા ખેડૂતો જણાવે છે કે પોતાની મગફળીનો જથ્થો સમયસર ખુલ્લા બજારમાં વેચી શકાય તે માટે તેઓ એક દિવસ પહેલાં જ યાર્ડ પર આવી પહોંચે છે.
View this post on Instagram
ખેડૂતોની માગ છે કે, યાર્ડમાં વધતી મગફળીની આવકને ધ્યાનમાં રાખીને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી ખેડૂતોને રાતભર લાઇનમાં ઊભા રહેવાની મુશ્કેલીમાંથી રાહત મળી શકે.


