બીએપીએસ સ્વામીનારાયણ મંદિરે પ.પૂ. મહંત સ્વામી મહારાજનું આગમન થયું છે. આ દરમિયાન મહંત સ્વામી મહારાજના હસ્તે પ્રેમવતી ઉપહાર ગૃહની ખાત્રીથી પણ કરવામાં આવી હતી. જામનગરના મેયર, પૂર્વ મંત્રી સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતાં.
ગત તા. 9ના રોજ પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે આગમન થયું હતું. વાલમના વધામણા હેઠળ જામનગર મહાનગર પાલિકા તથા અબાલવૃઘ્ધ હરીભકતો ઉપસ્થિત રહ્યા હતાં. અને સ્વાગત કર્યુ હતું. સવારે પરમ પૂજ્ય સ્વામીની પ્રાર્થના દર્શનમાં પૂજ્ય સંતો અને યુવકોએ સુંદર કીર્તન ભક્તિ પ્રસ્તુત કરી તથા બાળકોએ શાસ્ત્રોના પ્રમાણોના આધારે અદભૂત રજુઆત કરી હતી.
લાખો જામનગરવાસીઓને મંદિરમાં દર્શન અને ભજનની સાથે શુદ્ધ શાકાહારી વાનગીઓના ભોજનનો લાભ મળે તે માટે પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે પ્રેમવતી ઉપાહાર ગૃહની ખાતવિધિ કરવામાં આવી હતી. પ.પૂ. મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે આત્મા પરમાત્માનું જ્ઞાન થાય તો બીજી કોઈ અપેક્ષા રહે નહીં, આપણે આત્મા છીએ, મહારાજને આપણાં રંચ માત્ર કસર રહેવા દેવી નથી, મહારાજને આપણને સૌ કોઈને સારા બનાવા છે, સુખી બનાવા છે. આપણને કેવા ભગવાન મળ્યાં છે, આપણે કસર રહી છે તેથી જેવા છે તેવા મનાતા નથી. સમજણ સાથે સત્સંગમાં રહેવું, સત્સંગમાં સાચવવા પડે ત્યાં સુધી આપણામાં કસર છે, સત્સંગમાં સાચવવા ન પડે તેવા થવું તેમ પ્રવચનમાં જણાવ્યું હતું.
View this post on Instagram
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું સ્વાગત જામનગર મહાનગરપાલિકા અને જામનગરની જનતા વતી મેયર અને પદાધિકારીઓ દ્વારા સન્માન પત્ર અને સ્મૃતિ ચિન્હ આપી સન્માન કરાયું હતું. આ તકેે જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, પૂર્વ કેબિનેટ મંત્રી જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઇ નાખવા, ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી મેરામણભાઇ ભાટુ, કોર્પોરેટરઓ તથા જામનગર, ખંભાળિયા, ભાણવડ, જામજોધપુર વગેરે શહેરના વિશાળ ભક્તો ઉપસ્થિત રહ્યા હતાં.
જામનગર મંદિરના કોઠારી પૂ. ધર્મનિધિ સ્વામી તથા મંદિરના સર્વે સંતો પ.પૂ. મહંતસ્વામી મહારાજનું ચંદન, અક્ષત દ્રવ્યોથી પૂજન અને કલાત્મક હારતોરા અર્પણ કરીને વધાવ્યા હતા. કાર્યકરોએ ધજા ફરકાવીને અને વડીલ ભક્તોએ ફ્રૂટ, ડ્રાયફ્રૂટ અને મીઠાઈની ટોપલીઓ અર્પણ કરી વધાવ્યા હતા. બાળકો – યુવકોએ અતિ અદ્ભૂત નૃત્ય કરી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજને વધાવ્યા હતા.


