Friday, December 5, 2025
Homeબ્રેકીંગ ન્યુઝદિગ્ગજ ફિલ્મ અભિનેતા અને બોલિવૂડના ‘હિમેન’ ધર્મેન્દ્રની તબિયત નાજુક

દિગ્ગજ ફિલ્મ અભિનેતા અને બોલિવૂડના ‘હિમેન’ ધર્મેન્દ્રની તબિયત નાજુક

મુંબઇની બ્રિચકેન્ડી હોસ્પિટલમાં સારવાર હેઠળ

દિગ્ગજ ફિલ્મ અભિનેતા અને બોલિવૂડના ‘હિમેન’ ધર્મેન્દ્રની તબિયત નાજુક બનતા તેમને મુંબઇની બ્રિચકેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. કેટલાંક મિડિયા રીપોર્ટ અનુસાર તેમને શ્ર્વાસ લેવામાં તકલીફ પડતાં વેન્ટીલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. ધર્મેન્દ્રની નાજૂક તબિયતના અહેવાલો વાયરલ થતાં જ તેમના ચાહકોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે. તેમના મોટા પુત્ર અને ફિલ્મ અભિનેતા સન્ની દેઓલ પણ બ્રિચકેન્ડી હોસ્પિટલ પહોંચ્યાનો હવાલો છે. ધર્મેન્દ્રની ઉંમર હાલ 89 વર્ષની છે. છેલ્લાં કેટલાંક સમયથી તેઓ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. જો કે, હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા તથા પરિજનો દ્વારા ધર્મેન્દ્ર વેન્ટીલેટર પર હોવાની કોઇ પુષ્ટિ કરવામાં આવી નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, થોડાં દિવસો પહેલાં પણ ધર્મેન્દ્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તે સમયે તેમનું રૂટિન ચેકઅપ કરવામાં આવી રહ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું. હોસ્પિટલ બહાર ધર્મેન્દ્રના ઘણાં ચાહકો તેમના સ્વાસ્થ્ય બૂલેટિનની અતૂરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular