Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરદીકરીને દબાણ કરવાની ના પાડતા માતા અને પુત્રી ઉપર બે શખ્સોનો હુમલો

દીકરીને દબાણ કરવાની ના પાડતા માતા અને પુત્રી ઉપર બે શખ્સોનો હુમલો

કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં ધરાર સંબંધ રાખવાની ના પાડી ઠપકો આપ્યાનો ખાર રાખી બે શખ્સોએ મહિલા અને તેની પુત્રી ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરી છૂટા પથ્થરોના ઘા કરી ઇજા પહોંચાડયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં રહેતાં મહિલા અનિલાબેનના પુત્ર હિરેન સાથે નિકુંજને મિત્રતા હતી. આ મિત્રતા સંબંધે નિકુંજ અવારનવાર હિરેનના ઘરે આવતો હતો. ખાનગીમાં હિરેનની બેનને સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. તે બાબતની મહિલા તથા પરિવારજનોને જાણ થઇ જતાં તેમણે નિકુંજને ઠપકો આપી ઘરે આવવાની ના પાડી દીધી હતી. જેથી ઉશ્કેરાયેલા નિકુંજના ભાઇ જતિન શિવાભાઇ ચંદ્રપાલ તથા સાહિલ પ્રવીણ ચંદ્રપાલ નામના બે શખ્સોએ ગત્ તા. 03ના રોજ સાંજના સમયે મહિલાના ઘરે જઇ લોખંડના પાઇપ વડે અનિલાબેન તથા તેની પુત્રી મેનાબેન ઉપર હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. ઘર ઉપર છુટા પથ્થરોના ઘા કર્યા હતા. હુમલામાં ઘવાયેલા માતા-પુત્રીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ આર. બી. ઠાકોર તથા સ્ટાફએ બે શખ્સો વિરૂઘ્ધ હુમલાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular