જામનગર શહેરના બેડીમાં કાપડની ચાલી પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમએ રેઇડ દરમ્યાન હુસેન અયુબ ચમડિયા, મનિષ વજા સોલંકી નામના બે શખ્સોને રૂા. 21 હજારની રોકડ રકમ તથા રૂા. 1,55,000ની કિંમતના ચાર બાઇક મળી કુલ રૂા. 2,16,000ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. તેમજ નાસી ગયેલા ફારૂક ધુધા, અનિશ અને જાવિદ નામના ત્રણ સહિતના પાંચ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો જામનગર જિલ્લાના મેઘપર ગામમાં સ્ટ્રીટલાઇટના અજવાળે તીનપતીનો જુગાર રમાતા સ્થળે મેઘપર પોલીસે રેઇડ દરમ્યાન સુનિલ ઉમાશંકર મલા, બિંદુકુમાર કેદારનાથ, ગોવિંદદાસ નિરહુ, અનિલકુમાર કેશવપ્રસાદ, સંજય સત્યનારાયણ ચૌધરી, નીતિન્જય પારસ સાહની, સુભાષચંદ્ર ખીચડુ, સોમારુ ગૌરીશાહ, સંજીવકુમાર રજિતરામ નિષાદ સહિતના નવ શખ્સોને રૂા. 11,170ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતા. ત્રીજા દરોડામાં પ્રદુમ શારદાપ્રસાદ નિષાદ, રાજ રામનરેશ સાહની, ચંદન ઉર્ફે છોટુ લક્ષ્મીકુમાર સાહની, દિલીપકુમાર બેચુમાજી સાહની, મોનુ રામકરણ શર્મા, અનિલકુમાર સંતોષકુમાર ગોર, સાહબ તેરહીપ્રસાદ બિંદે, શિવધારી બાબુ યાદવ, રાહુલકુમાર જીતુપ્રસાદ સાહની નામના નવ શખ્સોને મેઘપર પોલીસે રૂા. 10,380ની રોકડ રકમ તથા ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથો દરોડો જામનગર શહેરમાં ગુરૂદ્વારા ચોકડી પાસે ચલણી નોટો પર એકી-બેકીનો જુગાર રમતાં જિતેશ શાંતિલાલ તન્ના, મનસુખ નાનજીભાઇ ધંધુકિયા, રમેશ શાંતિલાલ શંકેશરિયા નામના ત્રણ શખ્સોને સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રૂા. 10,100ની રોકડ તથા ગંજીપના સાથે ઝડપી લીધા હતા.


