જામનગર માર્કટીંગ યાર્ડમાં પણ ગુજરાત સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે જામનગર માર્કેટીંગ યાર્ડમાં આજે જામનગર માર્કેટીંગ યાર્ડના ચેરમેન, યાર્ડના અધિકારી કર્મચારી અને ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા અને ટેકાના ભાવે ખરીદી કરવાનો પ્રારંભ કરાયો હતો ત્યારે જામનગર જિલ્લામાં વિવિધ 8 કેન્દ્રો પર 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરુ કરવામાં આવી છે ત્યારે જામનગરમાં પણ આજથી જામનગરના માર્કેટીંગ યાર્ડ ખાતે મગફળી ખરીદીનો શુભારંભ કરવામાં આવો છે. ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતોને પૂરતો ભાવ મળી રહે તે માટે રૂ.1452ના ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. હાલ જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં જામનગર તાલુકાના ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. જેમાં જામનગર જિલ્લાની વાત કરીએ તો જામનગર તાલુકામાં 19000 ખેડૂતો અને સમગ્ર જિલ્લામાં 1 લાખ કરતા વધારે ખેડૂતોએ સરકારને ટેકાથી મગફળી વહેંચવા નોંધણી કરાવી છે તેમ હાપા યાર્ડ ચેરમેન મુકુંદભાઈ સભાયા એ જણાવ્યું હતું.
View this post on Instagram
આજે જામનગરમાં 25 જેટલા ખેડૂતોને મગફળી ખરીદી કરવા બોલવામાં આવ્યા છે અને યાર્ડના ચેરમેન દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી શરુ કરે એ પહેલા શ્રી ફળ વધેરી ખેડૂતોનું મોં મીઠું કરાવી શરૂઆત કરી છે. હાલારમાં ચાલુ વર્ષે ખરીફ પાક ખુબ સારો ઉતર્યો છે. જામનગરનો મુખ્ય પાક કપાસ અને મગફળી છે અને હાલ જામનગરના હાપા યાર્ડમાં કપાસ, મગફળી અને ખાસ તો મગફળીની મબલખ આવકો થઇ રહી છે. ત્યારે ચાલુ વર્ષે કમોસમી વરસાદ બાદ ખેડૂતોને મોઢામાં આવેલ કોરિયો છીનવાયો છે. બીજી તરફ દર વર્ષની માફક આ વર્ષે પણ રાજય સરકાર દ્રારા ટેકાના ભાવે મગફળી ખરીદીમાં વિલંબ થયો છે ત્યારે ખુલ્લા બજારમાં મગફળીના ભાવ ડાઉન થતા ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા શરુ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે તેમ ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું.


