જામનગરના હિંમતનગર રોડ ઉપર આજે બપોરે જાહેર માર્ગ પર ચાલતી કારમાં અચાનક આગ લાગતા નાશભાગની પરિસ્થિતિ સર્જાઈ હતી. કારમાંથી ધુમાડો નીકળતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા અને આગ પર કાબૂ મેળવવા માટે તાત્કાલિક પ્રયત્નો હાથ ધર્યા હતા.
સ્થાનિક લોકોએ આગની જાણ ફાયર બ્રિગેડને કરતા તાત્કાલિક દળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કારને મોટું નુકસાન થયું છે. આગ લાગવાનું કારણ પ્રાથમિક તબક્કે ટેક્નિકલ ખામી હોવાનું મનાય છે.
View this post on Instagram


