Friday, December 5, 2025
Homeરાજ્યગુજરાતગુજરાતમાં ગુલાબી ઠંડીનું આગમન

ગુજરાતમાં ગુલાબી ઠંડીનું આગમન

પાંચ સ્થળોએ તાપમાન 16 ડિગ્રી

ચાલુ સપ્તાહમાં બે દિવસ અગાઉ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ધુમ્મસ છવાયા બાદ શિયાળાના આગમનનાં પગરવ સંભળાયા હતા. ત્યારે આજે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અનેક સ્થળોએ ગુલાબી ઠંડીનો અહેસાસ થવા પામ્યો હતો. ખાસ કરીને આજે સવારનાં ભાગે નલિયા, ડિસા, રાજકોટ, અમરેલી, વડોદરા, ગાંધીનગરમાં તિવ્ર ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.

- Advertisement -

ચાલુ શિયાળુ મોસમમાં આજે પ્રથમવાર કચ્છનાં નલિયા ખાતે 16.2 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડીનો અનુભવ થયો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે દર વર્ષે શિયાળાની શરૂઆતથી અંત સુધી નલિયામાં સૌથી વધુ ઠંડી પડે છે.

આ ઉપરાંત આજે સવારે અમદાવાદ ખાતે લઘુતમ તાપમાન 17, અમરેલીમાં 16.6, વડોદરામાં પણ 16.6, ભુજમાં 18.8, ડિસામાં 16.3, ગાંધીનગરમાં 16.5, પોરબંદરમાં 19.6, સુરતમાં 19.8 તેમજ રાજકોટ શહેરમાં આજે સવારે 18.5 ડિગ્રી સાથે ઠંડીનો ચમકારો લોકો એ અનુભવ્યો હતો.

- Advertisement -

હવામાન વિભાગ અનુસાર હવે પવનની દિશા બદલાઇ છે અને ઉત્તર-પૂર્વના પવનો શરૂ થયા છે. આથી સવારનાં ભાગે ઠંડકનો અહેસાસ થવા લાગ્યો છે અને હવે આગામી સપ્તાહથી સવારનું તાપમાન ક્રમશ: નીચુ ઉતરતા ઠંડીનું જોર વધશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular