જામનગર પોલીસ વિભાગ અને ફિશરીઝ વિભાગના અધિકારીઓ દ્વારા દરિયાઇ સુરક્ષાને ઘ્યાનમાં રાખીને જૂના બંદરે આવેલી ફિશ લેન્ડીંગ પોઇન્ટની સંયુક્ત વિઝિટ કરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની અને શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તથા એસઓજી પીઆઇ બી. એન. ચૌધરી, બેડી મરીન પીઆઇ વી. બી. ચૌધરી તથા ફિશરીઝ વિભાગના અધિકારીઓએ ગઇકાલે દરિયાઇ સુરક્ષાને ઘ્યાનમાં રાખીને જૂના બંદરે આવેલા ફિશ લેન્ડીંગ પોઇન્ટની વિઝિટ અને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પોલીસ અને ફિશરિઝ વિભાગ દ્વારા વિઝિટ દરમ્યાન દરિયાઇ સુરક્ષા વ્યવસ્થાને ઘ્યાનમાં રાખીને સૂચનાઓ આપવામાં આવી હતી. તેમજ સુરક્ષા વ્યવસ્થામાં કોઇ કચાશ ન રહી જાય તે માટેની ખાસ તકેદારીના પગલાં લેવામાં આવ્યા હતા.
View this post on Instagram


