Friday, December 5, 2025
Homeહેલ્થ એન્ડ વેલનેસકયા વિટામિનની ઉણપથી ચહેરો કાળો પડી જાય છે ??

કયા વિટામિનની ઉણપથી ચહેરો કાળો પડી જાય છે ??

કયો ખોરાક તમારા ચહેરાને ચમકદાર બનાવે છે ?

ઘણી વખત એવું બનતું જોવા મળે છે કે, આપણને આપણા કોઇ જાણીતા મળે અને આપણને કહે છે કે હમણા તમે બહુ ડલ લાગો છો… આવુ કેમ…? ચહેરા પર તેજ ઓછુ લાગે છે. ખાસ કરીને શિયાળામાં આપણો ચહેરો કાળો પડી જાય છે અને ટેનિંગ જેવું લાગે છે. કયા વિટામિનની ઉણપથી આવુ લાગે છે અને તે દૂર કરવા શું કરવું તે ચાલો જાણીએ.

- Advertisement -

કયા વિટામિનની ઉણપ ત્વચાને કાળી બનાવે છે
ફિલ્મો અને ગ્લેમરસ દુનિયામાં અભિનેત્રીઓથી લઇને પ્રભાવશાળી લોકો સુધી દરેક વ્યક્તિ ચમકતી ત્વચા મેળવવાના રહસ્યો જણાવતી જોવા મળે છે પરંતુ, કયારેક આપણને પોતે જ નોંધીએ છીએ કે ચહેરો અચાનક નિસ્તેજ અથવા કાળો દેખાવા લાગે છે. મેકઅપ, ક્રિમ અને ફિલ્ટર્સ કામ ચલાઉ ઉકેલો છે તેનું સાચુ કારણ આપણા શરીરમાં રહેલું છે. ચમકતી ત્વચા માટે કયુ વિટામિન જરૂરી છે ત્વચાનો રંગ ફકત સુર્ય કે ધુળથી જ નહીં પરંતુ,આહાર અને જીવનશૈલીથી પણ પ્રભાવિત થાય છે. ચાલો જાણીએ કે કયું વિટામિન અને કઇ આદતો આપણી ત્વચાને કુદરતી ચમક છીનવી લે છે.

કયા વિટામિનની ઉણપથી રંગ કાળો થાય છે ??
જો તમારી ત્વચા નિસ્તેજ કે કાળી પડી રહી છે તો તે વિટામિન બી-12ની ઉણપનો સંકેત હોઇ શકે છે. આ ઉણપ ત્વચાના રંગદ્રવ્યમાં વધારો કરી શકે છે અને નિસ્તેજ દેખાવાનું કારણ બની શકે છે. વિટામિન ડી અને ઈ ની ઉણપ ત્વચા ચમક ઘટાડી શકે છે અને કાળાપણાનું કારણ બની શકે છે.

- Advertisement -

કયા વિટામિનથી ત્વચા કાળી પડે છે ?
જ્યારે કોઇ વિટામિન ત્વચાને સીધી રીતે કાળી પાડતુ નથી જ્યારે વિટામિન સી અને બી-12 ની ઉણપ હોય છે ત્યારે મેલાનિન સંતુલન ખોરવાય છે આનાથી ત્વચાનો રંગ અસમાન થાય છે. આ અસર ખાસ કરીને એવા લોકોમાં જોવા મળે છે જેઓ સુર્યમાં ઘણો સમય વિતાવે છે.

Vitamin B12ત્વચા કાળી પડવાના મુખ્ય કારણો શું છે ?
સુર્યના તિવ્ર યુવી કિરણો, ઉંઘનો અભાવ, તણાવ, હોર્મોનલ ફેરફારો અને ખરાબ આહાર એ ત્વચાના કાળા પડવાના મુખ્ય કારણો છે. કોસ્મેટિક ઉત્પાદનોનો વધુ પડતો ઉપયોગ પણ ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

- Advertisement -

કયા ખોરાક મેલાનિન વધારે છે ?
જો તમે કુદરતી રીતે સ્વસ્થ અને ટોન ત્વચા ઈચ્છતા હોવ તો તમારા આહારમાં ઈંડા, દુધ, ગાજર, પપૈયા, ટમેટા અને લીલા શાકભાજીનો સમાવેશ કરો. આ ખોરાકમાં રહેલા વિટામિન એ, સી, ઈ અને બી-12 મેલાનિનના ઉત્પાદનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને તમારી ત્વચાને કુદરતી ચમક આપે છે.

જો તમારો ચહેરો કાળો પડી જાય તો તમારે શું કરવું ?
સૌ પ્રથમ તો સનસ્ક્રીન લગાવીને અને દરરોજ પુષ્કળ પાણી પીને શરૂઆત કરો. જો શકય હોય તો લીંબુ અને એલોવેરા જેલનો ઉપયોગ કરીને ઘરેલું ઉપાય અજમાવો. ઉપરાંત તમારા આહારમાં પૌષ્ટિક ખોરાકનો સમાવેશ કરો અને પુરતી ઉંઘ લો. નેચરલ ગ્લો કોઇ ક્રીમથી કે મેકઅપથી નથી મળતુ પરંતુ, સ્વસ્થ જીવનશૈલી અને આનંદથી મળે છે.

(અસ્વીકરણ: સલાહ સમિતિની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular