જામનગરના યુવાન ઘરમાં અકસ્માતે પડી જતાં હેમરેજ થયું હતું તેના ઓપરેશન કરવામાં આવ્યા હતાં. આમ છતાં યુવાન કોમામાં રહેતા તબીબો દ્વારા તેમને બ્રેઇનડેડ જાહેર કરાતા તેમના પરિવારજનો દ્વારા યુવાનનું અંગદાન કરવા નિર્ણય કરાયો હતો.
જામનગરમાં રહેતા મુકેશભાઇ બાંભણીયા નામનો 38 વર્ષનો યુવાન ગત તા.6 ઓકટોબરના રોજ પોતાના ઘરે અકસ્માતે પડી જતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું બ્રેઇન હેમરેજ થયાનું નિદાન થયું હતું. તેના બે વખત ઓપરેશન થયા હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું. બે ઓપરેશન થતાં યુવાન કોમામાં હોય તબીબોએ યુવાનના લીવર અને કીડનીના અંગદાન માટે તેમના પરિવારજનોને સમજાવતા પરીવારજનો અંગદાન માટે સહમત થયા હતાં. અને યુવાનના અંગદાનનો નિર્ણય કરાયો હતો.
View this post on Instagram


