જામનગર શહેરમાં ઘણાં સમયથી ઠેકઠેકાણે કચરાના ઢગલા જોવા મળી રહ્યાં છે અને મહાનગરપાલિકા દ્વારા સફાઇ કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવી રહી છે. જેના કારણે માવઠા અને ગુલાબી ઠંડી જેવા મિશ્ર હવામાન વચ્ચે રોગચાળો ચિંતાજનક રીતે વકરી રહ્યો છે. આ સમયમાં મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ શાખા હેઠળ શહેરમાં ચાલતી કચરાની ગાડીઓ ખખડધજ બની ગઇ છે. તેમ છતાં આ કચરાની ગાડીઓ જાહેર રોડ પર બેખૌફ પરિવહન કરતી હોય છે અને પ્રજાના જોખમે આવા વાહનો જાહેર રોડ પર ફરતા હોય છે. હાલમાં જ ઓવરબ્રીજ પર ખખડધજ બની ગયેલી જોખમી એવી કચરાની ગાડી પરિવહન કરી રહી છે. આ વાહન અન્ય શહેરીજનો માટે જીવના જોખમ જેવું બન્યું છે. મહાનગરપાલિકાના આ વાહન કયારે કોઇ શહેરીજનોનો ભોગ લઇ લેશે તે કહી શકાય તેમ નથી. તેમ છતાં મહાનગરપાલિકાના હોદેદારોને આવા જોખમી વાહનો ખુલ્લેઆમ માતેલા સાંઢની જેમ શહેરમાં પરિવહન કરતાં હોય તો પણ શહેરીજનોની જરાય પણ ચિંતા કરતા નથી અને વાહનો બેખૌફ ફરતા રહે છે.
View this post on Instagram


