Friday, December 5, 2025
Homeહેલ્થ એન્ડ વેલનેસશિયાળામાં આમળાનો રસ કેવી રીતે પીવો ? જેથી તમારા વાળ અને ત્વચા...

શિયાળામાં આમળાનો રસ કેવી રીતે પીવો ? જેથી તમારા વાળ અને ત્વચા રહે ચમકદાર…જાણો…

શિયાળાની શરૂઆત થઈ ગઇ છે શિયાળાને આયુર્વેદમાં ઋતુનો રાજા કહેવામાં આવે છે કારણ કે આ ઋતુમાં સ્વાસ્થ્યની જાળવણી કરી શકાય તેવી ઔષધીઓ ફળો, શાકભાજી મળી રહે છે. જેમાંનું ખાસ નાના મોટા સૌનું પ્રિય હોય તો તે આમળા છે. આમળા એક એવી ઔષધી છે જેને જુદી જુદી કેટલીય રીતથી ગ્રહણ કરતા લોકો જોવા મળે છે. કોઇ આમળાનો જ્યુસ પીવે છે કોઇ તેને સુકવણી કરે છે કોઇ તેનું અથાણુ બનાવે છે કોઇ તેનો મુખવાસ બનાવે છે. કોઇ તેને ગળ્યા ખાવાનું પસંદ કરે છે. તો કોઇ તેને મસાલેદાર લેવાની મજા માણે છે. આમ, ઘણાં લોકો તેને લાંબો સમય સુધી સ્ટોર પણ કરી રાખે છે. આમળા એ વાળ, ત્વચાને પેટ માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે ત્યારે ચાલો જાણીએ કે આમળાનો રસ કેવી રીતે પીવાથી વાળ અને ત્વચા ચમકદાર બને છે.

- Advertisement -

લગભગ આખા શરીર માટે ઉત્તમને ફાયદાકારક છે આમળા બદલાતી ઋતુઓ સાથે તમારે તેના ફાયદાઓ મેળવવા માટે આમળાનું સેવન કેવી રીતે કરવું તે પણ જાણી લેવું જોઇએ. આમળાને માનવીઓ માટે એક અમૃત ફળ ગણવામાં આવે છે તેમાં એટલા બધા ગુણધર્મો છે કે તેને સુપરફુડ અને ચમત્કારિક કહેવામાં આવે છે. આયુર્વેદમાં તેનું વિશેષ મહત્વ છે. આમળાનો રસ પીવાથી આખા શરીરને ફાયદો થાય છે. તેને તમારા રોજીંદા જીવનમાં ચોકક્સપણે સામેલ કરવું જોઇએ. તે વિટામિન સી, એન્ટી ઓક્સિડન્ટ, ફાઈબર અને કેરોટીન ભરપુર માત્રામાં ધરાવે છે. બદલાતી ઋતુઓમાં તેનું સેવન કરવાથી ચેપ, શરદી અને ખાસીથી રાહત મળે છે. આમળાના રસમાં બળતરા વિરોધી અને એન્ટીબેકટેરિયલ ગુણધર્મો છે. જે મોસમી બિમારીઓને રોકવામાં મદદ કરે છે અને શરીરને ચેપથી બચાવે છે.

વાત કરીએ બદલાતી ઋતુઓ દરમિયાન આમળાના સેવનની તો આ બદલાતી ઋતુઓ દરમિયાન તમે તેને સવારે ખાલી પેટે અથવા કસરત પછી લઇ શકો છો. શરૂઆતના દિવસોમાં ફકત 20-30 મીલી રસ પીવો ફાયદાકારક છે. જો તમને સ્વાદ પસંદ ન આવે તો તમે તેને સંતુલિત કરવા માટે પાણી ઉમેરી શકો છો. જો સ્વાદ ખુબ ખાટો હોય તો તમે થોડું મધ અથવા ચપટી કાળુ મીઠું ઉમેરી શકો છો. તેને પીવા માટે એક ગ્લાસમાં નવસેકુ પાણી મિકસ કરો અને તેમાં આમળાનો રસ ઉમેરો.

- Advertisement -

આમળાનો રસ પીવાના ફાયદા
આમળા રકત પરિભ્રમણ સુધારે છે તે કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરે છે તે સ્વાદુપીંડને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. તે ચયાપચયને ઝડપી બનાવે છે અને શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરે છે. આમળાના રસમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ અને વિટામિન વાળને મજબુત, જાડા અને ચમકદાર બનાવે છે તે કરચલીઓ ઘટાડે છે તે કબજીયાત, એસિડીટી અને ગેસ જેવી પેટની સમસ્યાઓમાં રાહત આપે છે. તે તમારી રોગપ્રતિકારક શકિતને મજબુત બનાવે છે.

વધુ પડતા આમળાનો રસ પીવાના ગેરફાયદા
બદલાતી ઋતુઓમાં વધુ પડતા આમળાનો રસ પીવાથી નકારાત્મક અસરો થઈ શકે છે. માત્રાનું ધ્યાન રાખવું વધુ પડતુ આમળાનો રસ પીવાથી એસિડીટી, અને હાર્ટબર્ન થઈ શકે છે. વ્યાપારી રીતે ઉપલબ્ધ રસને બદલે તાજો ઘરે બનાવેલો રસ પીવો કારણ કે, તેમાં કોઇ પ્રિઝર્વેટિવ્સ નથી હોતા.

- Advertisement -

(અસ્વીકરણ: સલાહ સમિતિની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular