ખૂન કેસના પેરોલ જમ્પ કરનાર આરોપી તથા તેના સાગરીતોને બે વાહન ચોરીના કેસમાં જામનગર એલસીબી પોલીસે ઝડપી લીધા હતાં. આરોપીઓ વિરૂઘ્ધ વિવિધ પોલીસ સ્ટેશનોમાં વિવિધ ગુન્હાઓ નોંધાયેલા છે.
હત્યાના કેસમાં જેલ સજા ભોગવી રહેલ આરોપી પેરોલ પર છુટયા બાદ ફરીથી જેલમાં હાજર થયો ન હોય હાલમાં જામનગર શહેરમાં સમર્પણ સર્કલથી બેડી બંદર તરફ જતાં રીંગ રોડ ઉપર હોવાની એલસીબીના યુવરાજસિંહ ઝાલા, હિતેન્દ્રસિંહ જાડેજા તથા કાસમભાઇ બ્લોચને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા ડો. રવીમોહન સૈનીની સુચના અને એલસીબીના પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ દરમિયાન તેજશ શાંતિલાલ પંડયા અને તેના સાગરીત રાજુ ઉર્ફે રાજીયો બરેલો રામ કોડીયાતર નામના બે શખ્સોને ઝડપી લીધા હતાં અને તેની પાસેથી રૂા.40,000ની કિંમતના બે મોટરસાઇકલ કબ્જે કર્યા હતાં.
આરોપીઓએ પુછપરછ દરમિયાન મોટરસાઇકલ પાર્ક કર્યા હોય તે જગ્યાએથી મોટરસાઇકલ ડાયરેકટ ચાલુ કરી ચોરી કર્યાની કેફીયત આપી હતી. આરોપીઓ પૈકી તેજશ પંડયા વિરૂઘ્ધ 11 ગુન્હા નોંધાઇ ચુકયા છે. અને હત્યાના કેસમાં રાજકોટ મઘ્યસ્થ જેલમાં 10 વર્ષની સજા ભોગવી રહ્યો છે. તથા અન્ય આરોપી રાજુ કોડીયાતર વિરૂઘ્ધ પણ પાંચ ગુન્હાઓ નોંધાઇ ચુકયા છે.


