જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર મોરકંડા ધાર પાસે હોટલ નજીકથી રસ્તો ક્રોસ કરી રહેલાં પ્રૌઢને પુરપાટ આવી રહેલા ટ્રકચાલકે ઠોકરે ચઢાવતાં ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના મોખાણા ગામમાં રહેતાં રમેશભાઇ કમોયા નામના પ્રૌઢ ગત્ તા. 26ના રોજ રાત્રિના દસ વાગ્યાના અરસામાં મોરકંડા ધાર પર આવેલી હોટલ નજીકના રોડ પરથી રસ્તો ચાલીને ઓળંગતા હતા ત્યારે પુરપાટ બેફિકરાઇથી આવી રહેલા જીજ02-ઝેડઝેડ-8903 નંબરના ટ્રકચાલકે પ્રૌઢને ઠોકર મારી હડફેટ લેતાં શરીરે તેમજ માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું રવિવારે મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કયુર્ર્ હતું. આ અંગે મૃતકના પુત્ર રવિભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઇ બી. જી. ઝાલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી ટ્રકચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.


