દ્વારકા તાલુકાના આરંભડા-પાડલી વચ્ચે દરિયા કિનારે દિપડો જોવા મળ્યો. નવનાલી નજીક આવેલી ખાનગી કંપનીની સિક્યોરિટી ગાર્ડ ઓફિસના સીસીટીવી કેમેરામાં દિપડાની હિલચાલ કેદ થઈ હતી.
આ માહિતી મળતાં જ વન વિભાગ તાત્કાલિક હરકતમાં આવી ગયો હતો. વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને દિપડાના ફુટમાર્કના પુરાવા પણ મેળવ્યા હતા. સુરક્ષા હેતુસર આસપાસના વિસ્તારમાં સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે. વન વિભાગ દ્વારા દિપડાને પકડવા માટે ચોક્કસ સ્થળોએ પાંજરાં મુકવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
View this post on Instagram


