બાહુબલી ફેઈમ એસ.એસ. રાજામૌલીએ શુક્રવારે ફિલ્મનું ટ્રેલર રીલીઝ કર્યુ અને એક પોસ્ટ સોશિયલ મીડિયા પર મુકતા કહ્યું કે, ‘થઈ જાઓ તૈયાર’ બાહુબલી : ધ એપિકનું શાનદાર ટ્રેલર અહીં છે. જે લોકોને ખબર નથી તેમણે જણાવી દઇએ કે એસ.એસ. રાજામૌલીની મહાકાવ્ય ફિલ્મ ‘બાહુબલી’ 10 વર્ષ પછી એક નવા વળાંક સાથે સિનેમાઘરોમાં ફરીથી રીલીઝ થઇ છે.
બાહુબલી : ધ બિગીનિંગ વર્ષ 2015 અને બાહુબલી 2 : ધ કન્ક્લુઝન વર્ષ 2017 માં રીલીઝ થઇ હતી. જ્યારે બંને ફિલ્મો બાદ ફરી બાહુબલી : ધ એપિક સાથે વાપસી કરી રહ્યા છે. રાજામૌલીએ તેને બાહુબલીની 10 મી વર્ષગાંઠની ઉજવણી જણાવી છે. બાહુબલીના ચાહકોની સંખ્યા સમજાવવાની જરૂર નથી. દસ વર્ષ પહેલાં કોઇએ હિન્દી બોકસ ઓફિસ પર આટલી સફળતાની કલ્પના પણ ન હોતી કરી ત્યારે એસ.એસ. રાજામૌલી તેને ફરીથી થિયેરટોમાં લાવ્યા છે. પરંતુ, આ વખતે તેમણે બંને ભાગોને એક ફિલ્મમાં બાહુબલી : ધ એપિકમાં જોડી દીધા હતાં. રાજામૌલી ફરી એકવાર દર્શકોને માહિષમતીની દુનિયામાં લઇ જવા માટે તૈયાર છે. તે ફકત યાદોને જ તાજી કરશે નહીં પરંતુ બાહુબલી ગાથાને નવી પેઢી સાથે પણ રજુ કરશે.

બાહુબલી ધ એપિક 31 ઓકટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ત્યારે સોશિયલ મીડિયાના X પ્લેટફોર્મ પર પણ દર્શકોની સમીક્ષાઓનો વરસાદ શરૂ થઈ ગયો છે. અને તેને લોકો પ્રતિસાદ આપી રહ્યા છે. આ ફિલ્મનો રન ટાઈમ ત્રણ કલાક અને 45 મિનિટનો છે અને કેટલાંક ફિલ્મની પ્રશંસા કરી રહ્યા છે. તો કેટલાંક ફિલ્મ જોવા માટે ઉત્સાહિત છે. લોકો કહી રહ્યા છે કે, આ ફિલ્મ ફરીથી સિનેમાઘરોમાં જોવાનો અનુભવ ફરીથી થશે તે મેં કયારેય વિચાર્યુ ન હતું. જ્યારે એડિટીંગ પેટર્નને લઇને કેટલાંક લોકોને ફિલ્મ થોડી વિચિત્ર લાગે છે તો કેટલાંક ફિલ્મ એડીંટીંગની પ્રશંસા કરી રહ્યા છે. તો કેટલાંક પ્રભાસના ફેન્સ પણ ખુબ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે.
એસ.એસ. રાજમૌલીની સિનેમેટિક માર્વેલ બાહુબલી ધ એપિક બોકસ ઓફિસ ઈતિહાસ ફરી એકવાર ફરીથી લખી રહી છે. 31 ઓકટોબર 2025ના રોજ રિલીઝ થયેલી આ ખાસ રી-રિલીઝ આવૃત્તિ થિયેટરોમાં નોસ્ટાલ્જીયા અને સામૂહિક ઉજવણીના ઉત્સાહમાં ફેરવાઈ ગઈ છે. બોલિવૂડની અત્યાર સુધીની સૌથી મોટી રી-રિલીઝ તરીકે ડબ કરાયેલ આ ફિલ્મ બંને ભાગો બાહુબલી ધ બિગનિંગ અને બાહુબલી ધ કન્ક્લુઝનને એક જ પાવર-પેકડ કટમાં એક સાથે લાવે છે જ્યારે રન ટાઈમને કડક બનાવવા માટે થોડા ગીતો અને દ્રશ્યો ટૂંકા કરવામાં આવ્યા હતાં. પરંતુ, ભવ્યતા અને ભાવનાત્મક અસર હંમેશા આ ફિલ્મની મંત્રમુગ્ધ કરનારી રહે છે.


