Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયઆધાર કાર્ડથી લઇને બેંક ખાતા સુધી 1 નવેમ્બરથી બદલાશે આટલા નિયમો

આધાર કાર્ડથી લઇને બેંક ખાતા સુધી 1 નવેમ્બરથી બદલાશે આટલા નિયમો

1 નવેમ્બરથી આધાર કાર્ડથી લઇને બેંક ખાતા સુધીમાં કેટલાંક ફેરફારો થઈ રહ્યા છે. આ નાણાં નિયમોમાં ફેરફાર ખર્ચને અસર કરશે. જેમાં જીએસટી સ્લેબ, આધાર, બેંક નોમિનેશન, કાર્ડ ચાર્જ અને પેન્શન આવશ્યકતાઓનો સમાવેશ થાય છે.

- Advertisement -

અહીં કેટલાંક ફેરફારો છે જે તમારા ખીસ્સા પર સીધા અસર કરશે. જેમાં નવા ગુડ્સ અને સર્વિસ ટેકસ સ્લેબ, આધાર બેંક, નોમિનેશન પ્રક્રિયા સહિતના ફેરફારો થયા છે તે જાણીએ જેમાં પ્રથમ બેન્કીંગ કાયદાની વાત કરીએ…

બેંક ખાતાધારકો એક સાથે ચાર નોમિની નામ આપી શકે છે તેઓ હક્કદારીના હિસ્સા અથવા ટકાવારીનો ઉલ્લેખ પણ કરી શકે છે.

- Advertisement -

આ ઉપરાંત ક્રમિક નોમિની પણ પસંદ કરી શકો છો. જેમાં પ્રથમ નોમિનીનું મૃત્યુ થાય તો બીજો નોમિની ઉત્તરાધીકારી બને છે.

વધુમાં આરબીઆઈના નિર્દેશો અનુસાર બેંકોએ ગ્રાહકોને નોમિનેશન સુવિધાની ઉપલબ્ધતા વિશે સ્પષ્ટપણે જાણ કરવાની રહેશે અને તેમને તેનો ઉપયોગ કરવાનો વિકલ્પ પ્રદાન કરવાનો રહેશે. જો કે, ગ્રાહક કોઇને નોમિનેટ ન કરવાનું પસંદ કરે છે તો બેંક કોઇપણ નિયંત્રણો લાદ્યા વિના ખાતુ ખોલશે.

- Advertisement -

વધુમાં આરબીઆઈ એ ઉમેર્યુ હતું કે, જો કોઇ નોમિની બેંકમાંથી ડિપોઝીટ મેળવતા પહેલાં મૃત્યુ પામે છે તો આવા નોમિની સંબંધિત નોમિનેશન બિનઅસરકારક બનશે.

UIDAI એ આધાર અપડેટ્સની જાહેરાત કરી

યુનિક આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એ બાળકો માટે આધારના ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ્સ માટેના ચાર્જના રૂા.125 માફ કર્યા છે. ઓકટોબરમાં અમલમાં મૂકાયેલું આ પગલું એક વર્ષ સુધી ચાલુ રહેશે.

પુખ્ત વયના લોકો માટે નામ, જન્મતારીખ, સરનામુ અથવા મોબાઇલ નંબર અપડેટ માટે રૂા.75 અને ફિંગરપ્રિન્ટ્સ અને આઈરીસ સ્કેન જેવી બાયોમેટ્રિક વિગતોમાં ફેરફાર માટે રૂા.125

આ ઉપરાંત જો તમે તમારા આધાર કાર્ડમાં સરનામુ, જન્મતારીખ, મોબાઇલ નંબર અથવા નામ અપડેટ કરવા માંગતા હોય તો તમે હવે સહાયક દસ્તાવેજો અપલોડ કર્યા વિના ઓનલાઈન તે કરી શકો છો.

પેન્શનનો લાભ

પેન્શન મેળવતા નિવૃત્ત કેન્દ્ર અને રાજ્ય સરકારી કર્મચારીઓએ નવેમ્બરના અંત સુધીમાં નજીકની બેંક શાખામાં તેમનું ‘જીવન પ્રમાણપત્ર’ જમા કરાવવું જરૂરી છે.

જે કર્મચરીઓ નેશનલ પેન્શન સિસ્ટમમાંથી યુનિફાઈડ પેન્શન સ્કીમમાં સ્વિચ કરવા માંગે છે તેમણે પણ ગયા નવેમ્બરના અંત સુધીમાં આમ કરવું પડશે.

નવા જીએસટી સ્લેબ અમલમાં આવ્યા

નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર, જીએસટી ચાર સ્લેબ સિસ્ટમ 1 નવેમ્બરથી અમલમાં આવતા બે સ્લેબ + વિશેષ દર દ્વારા બદલવામાં આવશે આનો અર્થ એ થયો કે, 12 ટકા અને 28 ટકા સ્લેબ નાબુદ કરવામાં આવ્યા છે અને વૈભવી વસ્તુઓ માટે 40 ટકાનો સ્લેબ લાગુ કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular