જામનગર શહેર માં ગુરુદ્વારા શ્રી ગુરુંસિંઘ સભામાં ગુરુનાનક દેવજીની 556 મી જન્મજયંતિની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.
ત્યારે આજ રોજ ગુરુદ્વારા ગુરુસિંઘ સભા સ્થળેથી પ્રભાત ફેરી સવારે 5:45 વાગ્યે નીકળી હતી અને આ પ્રભાત ફેરી 4 દિવસ સુધી અલગ અલગ જગ્યાએ શહેરના ચાર મુખ્ય માર્ગ ઉપરથી પસાર થશે.
જેના પ્રારંભે આજે સવારે ગુરુદ્વારા થી સાત રસ્તા અને ત્યાંથી ક્રિકેટ બંગલા થઈ નગર ભ્રમણ કરીને ગુરુદ્વારામાં પરત ફરી હતી.
View this post on Instagram
ત્યાર બાદ આવતી કાલે સવારે ગુરુદ્વારા થી અંબર ચોકડી ઝુલેલાલ મંદિર, બેડીગેટ, ટાઉન હોલ, લીમડા લાઇનથી ગુરુદ્વારામાં પરત ફરશે.
ત્યારબાદ તા.1/11/2025 રોજ ગુરુદ્વારા થી ભીડભંજન મંદિર, લાખોટા તળાવ, જૂની આરટીઓ કચેરી, ન્યુ એસટી સ્ટેન્ડ, ક્રિકેટ બંગલા થઇ પરત ગુરુદ્વારા માં પહોંચશે, જ્યારે તા.2/11/2025 ના રોજ દાંડિયા હનુમાન મંદિર, ડોમિનોઝ પિઝા જોગર્સપાર્ક, વિરલ બાગ, ડી.કે.વી. સર્કલથી પરત ગુરુદ્વારા સુધી પહોંચશે.
આ ઉપરાંત ગુરુદ્વારામાં સેહજ પાઠ સાહેબનો આરંભ કરવામાં આવ્યો છે, જ્યારે બુધવાર તા. 5/11/2025 ના દિવસે સવારે 10 વાગ્યે સેહજ પાઠ સાહેબની પુર્ણાહુતી થશે, તે પછી શબ્દ કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે કાર્યકર્મની સંપૂર્ણ સમાપ્તિ બપોરે 2:00 વાગ્યે રાખવામાં આવી છે. તે પછી ગુરુ કા લંગરનું આયોજન રાખવામાં આવ્યુ છે.


