દેશમાં દર વર્ષે તા.૩૧ ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે શહેરના રણમલ તળાવ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજા, મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જિલ્લા પોલીસ વડા ડો. રવિમોહન સૈની, અગ્રણી બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું.
View this post on Instagram
રેલીમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા પ્રત્યે લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી વિવિધ પ્રકારના પોસ્ટર અને બેનરો રાખવામાં આવ્યા હતા. તેમજ કાર્યક્રમને અનુરૂપ દેશભક્તિ ગીતો અને રાસ મંડળીઓ દ્વારા રાસ કરવામાં આવ્યા હતા.
આ દોડ રણમલ તળાવ ગેઇટ નં.1 ના પાર્કિંગથી શ્યામજી કૃષ્ણવર્મા સ્ટેચ્યુથી મયુર મેડિકલ થઈ રણજીતનગર પટેલ સમાજ ખાતે પૂર્ણ થઈ હતી. જ્યાં મહાનુભાવો અને પદાધિકારીશ્રીઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા. બાદમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમના ભાગરૂપે મહાનુભાવો અને પદાધિકારીઓ તથા અધિકારીઓ સફાઈ અભિયાનમાં સહભાગી થયા હતા.
આ રેલીમાં નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા, અગ્રણીઓ, જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરિયા, જિલ્લા રમત ગમત અધિકારી બી.જે.રાવલીયા, જામનગર જિલ્લા વહીવટી તંત્ર તથા જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, એનસીસી, હોમગાર્ડ્સ યુનિટ, વિદ્યાર્થીઓ સહિત વિશાળ સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર સહભાગી થયા હતા.


