મુંબઇમાં 20 બાળકોને બંદક બનાવ્યાના સમાચારથી સનસનાટી ફેલાઈ ગઇ છે. પવઈ વિસ્તારમાં આર એ સ્ટુડિયોમાં ધોળા દિવસે બાળકોના અપહરણની ઘટના સામે આવી હતી. યુટયુબર રોહિત આર્યએ મુંબઇના આર એ સ્ટુડિયોમાં બાળકોને બંધક બનાવ્યા હતાં. પોલીસ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચીને બાળકોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતાં. રોહિતે એક વીડિયો પણ જાહેર કર્યો જેમાં તેને માંગણીઓ વાત કરવાનું કહ્યું છે. પોલીસે તેની અટકાયત કરી છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે.
મુંબઇને સ્વપ્નની નગરી કહેવામાં આવે છે. અહીં દેશના જુદા જુદા ખુણામાંથી લોકો પોતાના સ્વપ્ન પુર્ણ કરવા આવે છે. તે દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. એક સાથે 20 જેટલા બાળકોને ઓડિશનના નામે બોલાવીને તેમને બંદક બનાવવામાં આવે છે. પવઇ વિસ્તારનો આર એ સ્ટુડિયો જે એક્ટિંગ કલાસ માટે જાણીતો છે અને પહેલાં માળે ઓડિશન ચાલી રહ્યા હતાં, સવારે લગભગ 100 જેટલા બાળકો ઓડિશન માટે પહોંચ્યા હતાં. આ દરમિયાન સ્ટુડિયોમાં કામ કરતા અને યુટયુબ ચેનલ ચલાવતા આર્યએ 15 થી 20 જેટલા બાળકોને અંદર બંધ કરી દીધા હતાં.
રોહિત છેલ્લાં ચાર પાંચ દિવસથી ઓડિશન લઇ રહ્યો હતો આજે તેણે શરૂઆતમાં લગભગ 80 બાળકોને અંદર જવા દીધા પરંતુ, બાકીના રૂમમાં રાખ્યા જ્યારે બાળકો બહાર બારીમાંથી ડોકીયુ કરતા જોવા મળ્યા લોકોમાં ગભરાહટ ફેલાઈ ગયો અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને સ્ટુડિયોને ઘેરી લીધો અને બાળકોને સુરક્ષિત રીતે બહાર લાવવા માટે યોજના ઘડી રહ્યા હતાં. આ દરમિયાન રોહિતે એક વીડિયો પણ જાહેર કર્યો જેમાં તેણે કહ્યું કે, તે આત્મહત્યા કરવાને બદલે આ પગલુ ભરી રહ્યો છે. તેની કેટલીક નૈતિક અને સરળ માંગણીઓ હતી તે ચોક્કસ લોકો સાથે વાત કરવા માંગતો હતો. તેણે કહ્યું કે, તે પૈસાની માંગણી નથી કરી રહ્યો જો ઉશ્કેરવામાં આવશે તો તે નુકસાન પહોંચાડી શકે છે.
થોડાક સમયમાં જ પોલીસે કુશળતાપુર્વક બધા બાળકોને સુરક્ષિત રીતે બચાવી લીધા અને આરોપી રોહિતને પકડી લીધો હતો અને રોહિતને પુછયું કે તેણે આ પગલું કેમ ભર્યુ??… શું તે માનસિક રીતે અસ્વસ્થ છે ? આ ઘટનાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. ડીસીપી દત્તા નલાવડેએ જણાવ્યું કે, 17 બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે અને આરોપીને પોલીસે કાર્યવાહી દરમિયાન તેને ગોળી વાગતા હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં સારવાર દરમિયાન ડોકટરોએ રોહિત આર્યને મૃત જાહેર કર્યો હતો.
પોલીસે ઘટનાસ્થળેથી એક એર ગન અને કેટલાંક રસાયણો જપ્ત કર્યા છે. મુંબઇ પોલીસે કહ્યું કે, બાળકોને સુરક્ષિત તેમના વાલીઓને સોંપી દેવામાં આવ્યા છે અને તપાસની પુછપરછ ચાલુ છે. વેરીફીકેશન બાદ અન્ય માહિતી શેર કરવામાં આવશે.


