જામનગર શહેરમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે આવેલી જૂનાગઢ પંથકની યુવતીનું બેશુદ્ધ થઈ જતા મોત નિપજ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જૂનાગઢ તાલુકાના માળિયા હાટીના તાલુકાના તરસીંગડા ગામમાં રહેતી કોમલબેન હરેશભાઈ ભીમાણી (ઉ.વ.28) નામની યુવતી બુધવારે સાંજના સમયે જામનગર શહેરમાં આવેલી શ્રી કેશવ વુમન્સ હોસ્પિટલના ઓપરેશન રૂમમાં બેશુદ્ધ થઈ પડી જતા યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેણીનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે ડો. પુનમબેન દ્વારા જાણ કરાતા હેકો એસ.એ. મકવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


