Friday, December 5, 2025
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છલૈયારા નજીક નવા વોટરપાર્કમાં હાર્ટએટેકથી રાજકોટના પ્રૌઢનું મોત

લૈયારા નજીક નવા વોટરપાર્કમાં હાર્ટએટેકથી રાજકોટના પ્રૌઢનું મોત

રાજકોટ-જામનગર ધોરીમાર્ગ પર નવા વોટર પાર્કમાં રાજકોટના પ્રૌઢને અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતા હોસ્પિટલ ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, રાજકોટમાં કણકોટ રોડ પર રઘુકુલ સોસાયટીની બાજુમાં આવેલી મરીન લાઈન્સ સોસાયટીમાં રહેતાં બકુલભાઈ શાંતિલાલ સાતા (ઉ.વ.52) નામના પ્રૌઢને તા.11 ના રોજ બપોરના સમયે જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર લૈયારા ગામ પાસે આવેલા વોટરપાર્કમાં એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડતા બેશુદ્ધ થઈ જતા સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ રવિન્દ્રભાઈ દ્વારા જાણ કરાતા હેકો ડી.પી. વઘોરા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular