ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પોતાના વ્યસ્ત સેડયુલમાંથી હંમેશા પોતાની ગમતી પ્રવૃત્તિ માટે સમય ફાળવતા જોવા મળે છે. ત્યારે તાજેતરમાં ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાની ઘોડેસવારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોતાના ફાર્મહાઉસ પર ઘોડેસવારીના કેટલાંક ફોટો – વીડિયો તેમણે સોશિયલ મીડિયામાં શેર કર્યા હતાં અને કહ્યું હતું કે, ‘મારા સપના તરફ દોડી રહ્યા છીએ’ ત્યારે તેમના ચાહકોએ ખુબ મોટી સંખ્યામાં આ વીડિયો નિહાળ્યો તેમજ લાઈક પણ કર્યો હતો. માત્ર ગણતરીની કલાકોમાં ઢગલાબંધ કોમેન્ટ્સ પણ ચાહકોએ આપી હતી.
View this post on Instagram


