Friday, December 5, 2025
Homeરાજ્યગુજરાત"SIR" એટલે શું...? જાણો વિગતો

“SIR” એટલે શું…? જાણો વિગતો

જાગરૂક નાગરિક તરીકે આપણે આ પ્રમાણે તૈયારી કરી રાખવા ની જરૂરત છે : તારીખ 4/11/2025 થી BLO દરેક વિસ્તારોમાં ડોર ટુ ડોર આ કાર્યક્રમ માટે આવી કાર્યવાહી કરવાના છે

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર દ્વારા ગુજરાત સહિત દેશના 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR ની કામગીરી શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી. ત્યારે SIR એટલે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવીઝન જેમાં મતદાર યાદીને અપડેટ કરવામાં આવે છે નવા મતદાતાઓને યાદીમાં ઉમેરવામાં આવે છે જેમાં ગુજરાત, કેરળ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, છતીસગઢ, મધ્યપ્રદેશ, તામિલનાડુ, લક્ષદિપ, ગોવા, પોંડીચેરી, ઉત્તરપ્રદેશ, આંદામાન અને નિકોબાર સહિત 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીનું ગ્રહન પુન:નિરીક્ષણ થશે.

- Advertisement -

ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા જે વિશેષ રિવિઝન અભિયાન હાથ ધરવામાં આવનાર છે તે 2 તબક્કામાં કરવામાં આવશે તેવું જાણવામાં આવેલ છે. આ અંતર્ગત 2025 ની મતદાર યાદીને 2002 ની મતદાર યાદી સાથે તુલના કરી મતદારોને A અથવા B, C અથવા D અને E અથવા F કેટેગરી એમ કુલ 6 શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવશે. આ માટે દરેક મતદારને પણ આ પ્રક્રિયા સમજીને સજાગ થવાની જરૂર છે જેથી કરીને પાછળથી હેરાન ના થવું પડે. અને મતદાન ના હકથી વંચિત ના રહેવું પડે.

- Advertisement -

1. કેટેગરી A અને B : જે વ્યક્તિનું નામ 2025 ની મતદાર યાદીમાં છે. અને એમનો જન્મ 01/07/1987 કે તે પહેલાં છે. એટલે કે જેમની ઉમર 38 વર્ષથી વધુ છે. તે વ્યક્તિ નું નામ 2002 ની મતદાર યાદીમાં પણ જોવામાં આવશે. જો તેમનું નામ 2002 ની મતદાર યાદીમાં છે તો તે ક્રમાંકની નોંધણી કરી એ મતદારને A કેટેગરીમા મુકવામાં આવશે. અને જો તે વ્યક્તિનું નામ 2002 ની મતદાર યાદીમાં નહી હોય તો તેમને B કેટેગરી માં મુકવામાં આવશે.

2. કેટેગરી C અને D : જેમનો જન્મ 02/07/1987 થી 02/12/2004 વચ્ચે થયો છે. એટલે કે જેમની ઉમર 22 થી 38 વર્ષની છે. તે વ્યક્તિનું નામ 2025 ની મતદાર યાદીમાં છે અને તેમના માતા અથવા પિતા બંને માથી કોઇ એકનુ નામ 2002 ની મતદાર યાદીમાં છે તો તેમને કેટેગરી C મા મુકવામાં આવશે અને જો તેમના માતા પિતા બંનેમાથી એકનું પણ નામ 2002 ની યાદીમાં નહી હોય તો તેમને D કેટેગરીમાં મુકવામાં આવશે.

- Advertisement -

3. કેટેગરી E અને F : 2/12/2004 પછી જન્મેલા મતદારો એટલે કે જેમની ઉમર 18 થી 21 વર્ષની છે. તેમના માતા અને પિતા બંને ના નામ 2002 ની મતદાર યાદીમાં હશે તો જ તેઓને E કેટેગરીમાં મુકવામાં આવશે. માતા પિતા બંને ના નામ 2002 ની યાદીમાં નહી હોય તો તેમને F કેટેગરીમાં મુકવામાં આવેશે.

ફેઝ-2 માં મતદારો પાસેથી પુરાવા / દસ્તાવેજો માગવામાં આવશે.
A કેટેગરીમાં મુકવામાં આવ્યા છે તેમને કોઈ પૂરાવા રજૂ કરવાના રહેશે નહી
B, C અને E કેટેગરીમાં મતદાર ને તેમનો પોતાનો એકનો જ પૂરાવો આપવાનો રહેશે
D કેટેગરીમાં મતદારને તેમની સાથે તેમના માતા અથવા પિતાનો એમ કૂલ બે પૂરાવા આપવા પડશે.
F કેટેગરીમાં મતદારને તેમની સાથે તેમના માતા અને પિતા બંનેના એમ કૂલ ત્રણ પૂરાવા આપવા પડશે.

જો આ પૂરાવાઓ નહી આપી શકીએ તો નવી મતદાર યાદીમાં તે મતદારોનું નામ નહી રહે. આની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે. આ અંગે આપણે તાત્કાલિક અસરથી જાગૃત નાગરિક બનીને અત્યારે જ પહેલા તબક્કામાં જ આપણા નામ A, B, C અને E કેટેગરીમાં સમાવેશ થઈ જાય તે માટે જાગૃત થવાની જરૂર છે.

આપણે શું કરી શકીએ…? 

• જે વ્યક્તિ 41 વર્ષ ઉપરના છે તેમણે, 2002 મા જે વિસ્તારમાં રહેતા હતા તે વિસ્તારની 2002 ની મતદાર યાદીમાંથી તેમનું નામ શોધીને તેના વિભાગ અને ક્રમ નંબર સાથે, હાલમાં જે વિસ્તારની મતદાર યાદીમાં નામ બોલે છે.તે વિસ્તારના BLO ને નોંધાવી દો. જેથી તમારું નામ A કેટેગરીમાં મુકવુ સરળ થઈ જાય. જેમની ઉમર 41 વર્ષથી નાની છે તેમનું નામ 2002 ની મતદાર યાદીમાં હશે નહી. એટલે એમનો B કેટેગરીમાં સમાવેશ થશે. એમણે બીજો તબક્કો આવે ત્યા સુધીમાં પોતાનુ એક ડોક્યુમેન્ટ તૈયાર રાખવુ જોઈએ.

• તમારા પરિવારના દરેક સભ્યો જેમકે માતા, પિતા, ભાઈ, બહેન, દિકરા, દિકરી અને ખાસ કરીને પત્ની અને દિકરાની વહુ કે જેમનો ( જન્મ 02/07/1987 થી 02/12/2004 વચ્ચે થયો છે. એટલે કે જેમની ઉમર હાલમાં 21 થી 38 વર્ષ ની છે. તેમના માતા- પિતા અથવા બંનેમાંથી એક નું નામ (ખાસ કરીને સાસુ – સસરા) નામ જે તે વિસ્તારની 2002 ની મતદાર યાદીમાંથી શોધીને હાલમાં જે વિસ્તારની મતદાર યાદીમાં તેમનું નામ બોલે છે.તે વિસ્તારના BLO ને નોંધાવી દો. જેથી તેઓનો C કેટેગરીમાં સમાવેશ થઈ જાય. આ સાથે તેઓનું એક ડોક્યુમેન્ટ તૈયાર રાખવુ જોઈએ. અન્યથા D કેટેગરીમાં સમાવેશ થાશે તો તેમના સાથે માતા અથવા પિતાનો પૂરવા માટે પણ ડોક્યુમેન્ટ આપવા પડશે.

• તમારા પરિવારના દરેક સભ્યો જેમકે ભાઈ, બહેન, દિકરા, દિકરી અને ખાસ કરીને પત્ની અને દિકરાની વહુ કે જેમનો જન્મ 02/12/2004 પછી થયો છે. એટલે કે જેમની ઉમર હાલમાં 18 થી 21 વર્ષ ની છે. તેમના માતા અને પિતા બંનેના (ખાસ કરીને સાસુ – સસરા) નામ જે તે વિસ્તારની 2002 ની મતદાર યાદીમાંથી શોધીને હાલમાં જે વિસ્તારની મતદાર યાદીમાં તેમનું નામ બોલે છે.તે વિસ્તારના BLO ને નોંધાવી દો. જેથી તેઓનો E કેટેગરીમાં સમાવેશ થઈ જાય. આ સાથે તેઓનું એક ડોક્યુમેન્ટ તૈયાર રાખવુ જોઈએ. અન્યથા F કેટેગરીમાં સમાવેશ થાશે તો તેમના સાથે માતા અને પિતાના પૂરવા માટે પણ ડોક્યુમેન્ટ આપવા પડશે.

આ માટે આપણે હાલ તાત્કાલિક ધોરણે સજાગ થઈએ. ઉપર જણાવેલ દિશા નિર્દેશ મુજબ આપણી પોતાની જવાબદારી સમજીને કામે લાગી જઈએ. જેથી કરીને પ્રથમ તબક્કામાં જ આપણું નામ કીલયર થઈ જાય અને આવનારા સમયમાં વધુ મોટી મુશ્કેલીમાં ના મુકાઈએ. અને આપણો મત આપવા નો હક બરકરાર રહે અને લોકતંત્ર ને બચાવી શકીએ…!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular