Friday, December 5, 2025
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છકાલાવડના લક્ષ્મીપુરમાં ખેડૂતની પુત્રી અને માતા ઉપર છ શખ્સોનો હુમલો

કાલાવડના લક્ષ્મીપુરમાં ખેડૂતની પુત્રી અને માતા ઉપર છ શખ્સોનો હુમલો

કાલાવડ તાલુકાના લક્ષ્મીપુર ગામમાં આવેલા ખેડૂતના વાડામાં આવેલા ગોબર પ્લાન્ટમાં જેસીબી ચલાવતા બે મહિલા સહિતના છ શખ્સોએ યુવાનને તેની માતા તથા પુત્રીને ફડાકા ઝીંકી ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના લક્ષ્મીપુર ગામમાં રહેતાં અને ખેતી કરતા હેમતભાઈ નાગજીભાઈ વેકરીયા નામના ખેતરના વાડામાં આવેલા ગોબર પ્લાન્ટમાં જેસીબી ચલાવતા હતાં જેથી હેમતભાઈ અને તેની માતા કેશરબેન તથા પુત્રી ધ્રુવીબેન સ્થળ પર દોડી ગયા હતાં જ્યાં ગોપાલ ડાયા ઝાપડા, રમાબેન લક્ષ્મણ ઝાપડા, રાહુલ લક્ષ્મણ ઝાપડા, ડિમ્પલબેન લક્ષ્મણ ઝાપડા, લક્ષ્મણ ઉકા ઝાપડા અને ડાયા ઉકા ઝાપડા નામના છ શખ્સોએ યુવાનની પુત્રીને બે-ત્રણ ફડાકા ઝીંકી દીધા હતાં તેમજ યુવાનની માતાને હાથ પકડીને ધક્કો માર્યો હતો તેમજ જેમફાવે તેમ ગાળો કાઢી લાકડીઓ બતાવી પરિવારને પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ખેડૂત દ્વારા જાણ કરાતા હેકો એ.એમ. પરમાર તથા સ્ટાફે છ શખ્સો વિરૂધ્ધ હુમલો અને ધમકીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular