Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારસુરજકરાડીનો શખ્સ પાસા હેઠળ જેલ હવાલે

સુરજકરાડીનો શખ્સ પાસા હેઠળ જેલ હવાલે

સુરજકરાડીના શખ્સ વિરૂઘ્ધ વિવિધ પ્રકારના ગુન્હા નોંધાયેલા હોય તેની વિરૂઘ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરાતા આ દરખાસ્ત કલેકટર દ્વારા મંજુર કરાતા પોલીસ દ્વારા આરોપીને ઝડપી લઇ પાસા હેઠળ જેલ હવાલે કર્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ઓખા મંડળના સુરજકરાડી વિસ્તારમાં રહેતા જીગર સાગરભાઈ પંડ્યા નામના 25 વર્ષના શખ્સ સામે સ્થાનિક પોલીસ મથકમાં સમયાંતરે વિવિધ પ્રકારના ગુનાઓ નોંધાયા હતા. આને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલની ટીમ દ્વારા જરૂરી વર્કઆઉટ કરી અને આ શખ્સ સામે નોંધાયેલા ગુના સહિતની જરૂરી માહિતી એકત્ર કરી અને આ અંગે પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી દ્વારા જિલ્લા કલેકટર આર.એમ. તન્ના સમક્ષ પાસા અંગેની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.

જેને ગ્રાહ્ય રાખીને આ પાસા દરખાસ્ત મંજુર કરવામાં આવતા એલ.સી.બી.ની ટીમે આરોપી જીગર પંડ્યાને બનાસકાંઠાની પાલનપુર જિલ્લા જેલ ખાતે મોકલી આપવાની તજવીજ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular