જય દ્વારકાધીશના જયઘોષ સાથે સંઘ લઈ 150 પદયાત્રીઓ જામનગર પહોંચ્યા અને દ્વારકા તરફની પદયાત્રા જ્ય દ્વારકાધીશના નામ સાથે પદયાત્રીઓ ભકિતભાવ સાથે જોડાયા. સંઘમાં જોડાયેલ પદયાત્રીઓ ગરબા અને રાસ ગાતા જોવા મળ્યા. છેલ્લા છ વર્ષથી આ સંઘના સભ્યો નવા વર્ષમાં પગપાળા ચાલીને દ્વારકા જાય છે. નવા વર્ષના પાવન અવસર પર ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવનું અનોખું દૃશ્ય જોવા મળ્યું છે. પાટડી તાલુકાના કઠાડા ગામમાંથી 150 થી વધુ ભાઈ-બહેનો દ્વારકા ધામની પદયાત્રા માટે નીકળ્યા છે. આ સંઘમાં નાના બાળકોથી લઈને મહિલાઓ યુવતીઓ અને પુરૂષો સિનિયર સિટીઝનો જોડાયા છે નવા વર્ષના આરંભે ભગવાન શ્રીકૃષ્ણના દર્શનથી જીવનમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવી ભાવના સાથે ભક્તો પગપાળા યાત્રા પર નીકળ્યા છે.
આ પદયાત્રાનો પ્રારંભ પાટડી ના કઠાડા ગામથી નીકળ્યો હતો ત્યારબાદ ભક્તોએ “જય દ્વારકાધીશ” ના જયઘોષ સાથે દ્વારકાની દિશામાં પ્રયાણ શરૂ કર્યું છે ત્યારે આ સંઘ જામનગર શહેરમાંથી આગળ દ્વારકા જવા માટે રવાના થયો હતો ત્યારે પગપાળા જતા લોકો ગરબા રાસ રમતા જોવા મળ્યા હતા. યાત્રા દરમિયાન ભક્તો ભજન-કીર્તન સાથે ઉત્સાહભેર ચાલતા જોવા મળ્યા હતા. માર્ગમાં વિવિધ ગામોમાં ભક્તો ઉત્સાહ સાથે આગળ વધી રહ્યા છે કઠોર તાપમાન હોવા છતાં તેઓ અડગ મનોબળ સાથે ભગવાનના દર્શન માટે આગળ વધી રહ્યા છે.આ પદયાત્રા દરમિયાન ધાર્મિક અને સાંસ્કૃતિક ભાવનાનો સુંદર સમન્વય જોવા મળ્યો છે. યાત્રિકોનું કહેવું છે કે તેઓ દર વર્ષે આ રીતે ચાલીને દ્વારકા પહોંચે છે અને આ તેમની શ્રદ્ધા અને સંકલ્પનું પ્રતિક છે.દ્વારકા પહોંચ્યા બાદ ભક્તો શ્રીકૃષ્ણના મંદિરે વિશેષ દર્શન અને પૂજન વિધિ કરશે. આ યાત્રા માત્ર ધાર્મિક પ્રવાસ નથી, પરંતુ ભક્તિ, એકતા અને માનવીય મૂલ્યોનો જીવંત ઉદાહરણ છે.
View this post on Instagram


