જામનગર શહેરમાં જુના રેલ્વે સ્ટેશન પાસેથી ફરી એક વખત ઝુંપડા સહિતના દબાણો હટાવ્યા હતાં. તંત્ર દ્વારા છાસવારે આ દબાણો હટાવાય છે પરંતુ ફરીથી પરિસ્થિતિ જેમની તેમ થઇ જતી હોય છે.
જામનગર શહેરમાં જુના રેલ્વે સ્ટેશન પાસેથી તંત્રો દ્વારા અવાર નવાર ઝુંપડા સહિતના દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવે છે. પરંતુ થોડા સમય બાદ પરિસ્થિતિ ફરીથી એજ થઇ જતી હોય છે. તંત્ર દબાણ હટાવ અને થોડા દિવસો કે થોડી કલાકોમાં ફરીથી અહિં દબાણ ખડકાય જતાં હોય છે. છાસવારે થતી તંત્રની આ કામગીરી લોકોમાં પણ ચર્ચાનો મુદો બનતી હોય છે. ફરી એક વખત તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આ વિસ્તારમાંથી ઝુંપડાઓ સહિતના દબાણો હટાવી માલસામાન જપ્ત કરવા સહિતની કડક કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આ કામગીરી કડકપણે થાય અને આ સમસ્યાનો કાયમી નિકાલ આવે તેમ પણ લોકોમાં માંગણી ઉઠવા પામી છે.
View this post on Instagram


