Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં પોલીસ અધિક્ષક સહિતના કાફલાઓ દ્વારા ચેકિંગ ડ્રાઇવ - VIDEO

જામનગરમાં પોલીસ અધિક્ષક સહિતના કાફલાઓ દ્વારા ચેકિંગ ડ્રાઇવ – VIDEO

શહેર જિલ્લાના ત્રણેય ડીવાયએસપી, એલસીબી, એસોજી સહિતની પોલીસ ટુકડી દ્વારા વાહન ચેકિંગ દરમિયાન અનેક વાહનચાલકો દંડાયા

જામનગર શહેર અને જિલ્લામાં પોલીસ અધિક્ષકની સૂચનાથી ખાસ ટ્રાફિક ઝુંબેશ અને નાઇટ કોમ્બીંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં પોલીસ અધિક્ષક પણ ટ્રાફિક ડ્રાઇવમાં જોડાયા હતા. જિલ્લાભરમાં વાહનચેકિંગ દરમ્યાન ટ્રાફિક નિયમનના ભંગ સબબ અનેક વાહનચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગરના જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનિ કે જેઓ ટ્રાફિકના પ્રશ્ને સતત ચિંતિત છે, ઉપરાંત અવિરત ટ્રાફિક ઝુંબેશ તેમજ નાઈટ કોમ્બિંગ કરીને ટ્રાફિક નિયમનનો ભંકારનારાઓ સામે કડક કાર્યવાહી કરાવી રહ્યા છે. જેના માટે જામનગર શહેર જિલ્લાનું પોલીસ તંત્ર છેલ્લા કેટલાક સમયથી સતત દોડતું રહ્યું છે. જે કવાયતના ભાગરૂપે ગઈકાલે રાત્રે પણ પોલીસ વિભાગની મેગા ડ્રાઇવ યોજાઈ હતી. જામનગરના એસપી શહેરી વિસ્તારમાં અલગ અલગ પોઇન્ટ પર ફર્યા હતા, અને વાહન ચેકિંગની સમગ્ર કાર્યવાહીનું જાત નિરીક્ષણ કર્યું હતું .

જામનગર શહેરના ડીવાયએસપી જે એન ઝાલા, ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી આર.બી. દેવધા, ઉપરાંત લાલપુરના આઈપીએસ અધિકારી પ્રતિભા વગેરે અધિકારીઓને સાથે રાખીને નાઈટ કોમ્બિંગ હાથ ધર્યું હતું, તેઓની સાથે એલસીબી ની ટુકડી અને એસ.ઓ.જી ની ટિમ પણ જોડાઈ હતી, ઉપરાંત અલગ અલગ પોલીસ સ્ટેશન ની ટીમ પણ ઝુંબેશ માં જોડાઈ હતી, અને શહેર જિલ્લામાં અનેક સ્થળો મોટા વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. ડાર્ક ફિલ્મ વાળી કાર ના ચાલકો સામે દંડકીય કાર્યવાહી હાથ ધરી હતી, અને તેઓની કારમાંથી ડાર્ક ફિલ્મને સ્થળ પર જ હટાવી લેવાઇ હતી, સાથો સાથ દંડકીય કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી. તે જ રીતે ડ્રિંક એન ડ્રાઇવિંગ લાઇસન્સ વીના વાહન ચલાવવું, મોડીફાઇડ સાઇલેન્સર, સહિતના ટ્રાફિક નિયમન અંગેના અને કેસો કરવામાં આવ્યા હતા.

- Advertisement -

કેટલાક વાહનચાલકો દારૂનો નશો કરેલી હાલતમાં અને પોતાની કારમાં દારૂ રાખીને નીકળેલા મળી આવ્યા હોવાથી તેઓ સામે અલગથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં જી.પી.એક્ટ 135 હેઠળના 4 કેસ કરવામાં આવ્યા હતા, જ્યારે એમ.વી. એકટ 185 હેઠળ 6 કેસ કરાયા હતા. ઉપરાંત એમ.વી. એકટ કલમ 207 હેઠળ ત્રણ વાહનો ડીટેઇન કરાયા હતા. ગઈ રાત્રિ દરમિયાન પ્રોહીબિશનના 15 કેસ કરવામાં આવ્યા હતા, તેમજ એમ.વી. એકટ હેઠળ 38 એન.સી. કેસ કરવામાં આવ્યા હતા, અને તે અનુસાર રૂપિયા 44,400 નો હાજર દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

સમગ્ર નાઈટ પેટ્રોલિંગ દરમિયાન કુલ 1007 વાહનો ચેક કરવામાં આવ્યા હતા, જ્યારે 83 હોટલ, રેસ્ટોરન્ટ, ધાબા વગેરેમાં ચેકિંગ કરાયું હતું. 15 ફાર્મ હાઉસ ચેક કરાયા હતા. 101 જેટલી વ્હાઇટલ ઇન્સ્ટોલેશનલ જાહેર જગ્યાઓ ચેક કરવામાં આવી હતી, અને કુલ 116 શકમંદોને પણ ચકાસવામાં આવ્યા હતા. ઉપરાંત લિસ્ટેડ બુટલેગર જાણીતા જુગારી હિસ્ટ્રીસિટર, એમસીઆર વગેરે મળી કુલ 98 લોકોને ચકાસવામાં આવ્યા હતા. સાથોસાથ પાંચ લેન્ડિંગ પોઇન્ટ, અને 226 જેટલા પેટ્રોલ પંપ, એટીએમ, અને ધાર્મિક સ્થળ વગેરેને ચેક કરવામાં આવ્યા હતા. 42 જેટલા મજૂરોને ચેક કરી લેવાયા હતા, તેમજ 7 જેટલી બંદર -જેટી વગેરે સ્થળે પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular