Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા ઝુંપડપટ્ટીના બાળકો સાથે દિવાળીની ઉજવણી - VIDEO

ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા ઝુંપડપટ્ટીના બાળકો સાથે દિવાળીની ઉજવણી – VIDEO

- Advertisement -

જામનગર શહેરમાં ગઇકાલે દિપાવલી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શહેરીજનોએ ફટાકડા ફોડી મોડી રાત્રી સુધી દિવાળીનું પર્વ ઉજવ્યું હતું. જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઝુંપડપટ્ટીના બાળકો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી હતી. ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી દ્વારા ગઇકાલે સવારે પોતાના કાર્યાલયે સ્નેહમીલન યોજી સાંજના સમયે દિવાળી પર્વની ઝુંપડપટ્ટી વિસ્તારના બાળકો સાથે ફટાકડા ફોડી દિવાળી પર્વની ઉજવણી કરી હતી. તેમજ ઝુંપડપટ્ટીના બાળકોને ફટાકડા તથા મીઠાઇનું વિતરણ કર્યુ હતું આ તકે કોર્પોરેટર અરવિંદભાઇ સભાયા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular