Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયદિવાળીએ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર દેશવાસીઓને કરી અપીલ

દિવાળીએ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર દેશવાસીઓને કરી અપીલ

સમગ્ર દેશભરમાં દિવાળીનો પર્વ ધામધુમથી ઉજવાઇ રહ્યો છે. લોકો પોતાના વ્યસ્ત સેડયુલમાંથી સમય કાઢીને કુટુંબ, પરિવાર, સગા, સ્નેહીઓ, આડોશી પાડોશી સહુને દિવાળીની શુભેચ્છા પાઠવી રહ્યા છે. જુના વર્ષના તમામ સુખ દુ:ખને ભુલીને હવે નવી શરૂઆત થાય આ પર્વ સૌના જીવનમાં નવો પ્રકાશ લઇને આવે તેવી શુભેચ્છાઓ લોકો એક બીજાને પાઠવી રહ્યા છે. ત્યારે આ શુભ અવસર પર વડપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશવાસીઓને શુભકામના પાઠવી હતી. આ પર્વ દરેકના જીવનમાં સુખ, સમૃધ્ધિ અને સૌદાર્દ લઇને આવે તેવી શુભેચ્છાઓ સાથે એક અપીલ પણ કરી હતી.

- Advertisement -

આજે દિવાળીના શુભ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને વોકલ ફોર લોકલના મંત્રને અપનાવવાની ખાસ અપીલ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા લોકોને આ તહેવાર પર સ્વદેશી ઉત્પાદનો ખરીદવા માટે પ્રોત્સાહિત કર્યા હતાં અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યુ હતું કે, આ તહેવારોની સિઝનમાં ચાલો 140 કરોડ ભારતીયોની મહેનત રચનાત્મકતા અને નવીનતાનો ઉત્સવ મનાવીએ. તેમણે સમગ્ર દેશવાસીઓને અપીલ કરી કહ્યું હતું કે, આપણા સ્થાનિક રોજગારને મહત્વ આપો લોકલ બનેલી વસ્તુઓ ખરીદો અને ગર્વથી તેની તસ્વીરોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો. અને લખો આ સ્વદેશી છે જે મે ખરીધુ છે જેથી અન્યને પણ સ્વદેશીની પ્રેરણા મળશે. ત્યારે કેન્દ્ર સરકારે તહેવારોની સિઝનને ધ્યાનમાં લઇને ગ્રાહકોને મોંઘવારીમાંથી રાહત આપવા જીએસટી દરોમાં ઘટાડાની જાહેરાત કરી હતી. જેને સરકારે જીએસટી બચત ઉત્સવ નામ આપ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular