જામનગર સહિત રાજ્યભરમાં દિવાળીના પર્વને લઇ લોકોમાં ઉત્સાહ છવાયો છે દિવાળીના તહેવારોમાં બજારોમાં લોકોની ભારે ભીડ જામે છે. પરિવાર સાથે લોકો ખરીદીમાં ઉમટયા હોય છે. આવા સમયે ભારે ભીડ જામતી હોય થોડી પણ બેદરકારી જોખમી સાબીત થઇ શકે છે. જેને ઘ્યાને લઇ અમદાવાદ પોલીસ દ્વારા નવતર અભિગમ અપનાવ્યો છે. બજારમાં ખરીદી કરવા જતાં લોકોને જાગૃત કરવા અમદાવાદ પોલીસ ભીડમાં ગ્રાહકના સ્વાંગમાં સામેલ થઇ કિંમતી સામાન ફેરવી લાઇવ ડેમો કર્યો હતો. અને લોકો જાગૃત બને તે માટે પોલીસે આ વિડીયો બનાવ્યો હતો.
દિવાળીના માહોલમાં એક પળની બેદરકારી પણ મોંઘી પડી શકે છે. DCP ઝોન-2 પોલીસે એક અનોખી પહેલ દ્વારા લોકોને જાગૃત કરવા માટે પોતે ચોર બની લોકોને સમજાવ્યું કે બજારમાં ચોર કેવી-કેવી યુક્તિઓ અપનાવે છે. તમારા બેગ, પર્સ, અને અન્ય કીમતી સામાન સુરક્ષિત રાખો અને હંમેશાં આસપાસ નજર રાખો.#dcpzone2 pic.twitter.com/2K4y9ChbiE
— DCP Zone 2 Ahmedabad Police (@Zone2_DCP) October 16, 2025
દિવાળીના તહેવારને લઇ દેશભરમાં અલગ જ ઉમંગ જોવા મળી રહ્યો છે લોકો ગૃહ સજાવટ, કપડા, ઇલેકટ્રોનીકસ ચીજવસ્તુઓ સહિતની ખરીદીઓ કરી રહ્યા છે. દિવાળીના પર્વમાં બજારોમાં ભારે ભીડ જામતી હોય છે. બજારોમાં લોકો મોટી સંખ્યામાં ઉમટતા ચોર ટોળકીઓ સક્રિય થવાની ઘટના વધતી હોય છે. અને લોકોની ભીડ દરમિયાનની જરાક બેદરકારી મોંઘી બની શકે છે. આ બેદરકારીની લોકોએ મોટી કિંમત ચૂકવવી પડી શકે છે. ત્યારે લોકો જાગૃત બને તે માટે અમદાવાદ પોલીસ દ્વારા નવતર અભિગમ શરૂ કર્યો છે. અમદાવાદની બજારોમાં ભીડ દરમિયાન પોલીસ ગ્રાહકના સ્વાંગમાં બજારોમાં ફરી હતી. અને લોકોના મોબાઇલ, પર્સ કે અન્ય કિંમતી વસ્તુઓ બેગમાંથી કાઢવામાં આવે છે. મહિલાઓ ખરીદીમાં એટલા મસગુલ હોય છે કે આ વસ્તુઓ ચોરાવાનું તેમને ભાન નથી હોતુ પોલીસે ચોરીના ડેમો દ્વારા લોકોની બેદરકારી સાબીત કરી હતી.
ખરીદીમાં મસગુલ મહિલાઓને તેમનો સામાન ચોરી થયાની ખબર જ નથી હોતી જોકે ચોરી કરનાર બીજુ કોઇ નહીં પોલીસ જ હતી. એટલે લોકોને તેમનો સામાન પરત મળી ગયો હતો જો ખરેખર ચોર ટોળકી હોય તો શું થાય? તે લોકોએ જાગૃત થવાની જરૂર છે.


