લાલપુરના ધરારનગરમાં રહેતો યુવાનનો પગ લપસી જતાં ડેમમાં પડી જતાં મૃત્યુ નિપજયું હતું. પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ આદરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ધરારનગરમાં રહેતો વિજયભાઇ હરજીભાઇ ટીમાણિયા (ઉ.વ.32) નામનો યુવાન ગત તા. 15ના ઢાંઢર નદીના ડેમની પાળ ઉપરથી સામાકાંઠે દુકાને જતા હતા ત્યારે અકસ્માતે ડેમની પાળ ઉપરથી પગ લપસી જતાં ડેમમાં ખાબકયો હતો. પાણીમાં ડૂબી જવાથી તેનું મૃત્યુ નિપજયું હતું. આ બનાવ અંગે મૃતકના પત્ની શિલ્પાબેન દ્વારા જાણ કરાતાં હે.કો. ડી. કે. બેરા તથા સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.


