શરદ પુનમથી શિયાળો શરૂ થઈ જાય છે અને દિવાળી આવતાની સાથે જ રાતો ઠંડી થવા લાગે છે. લોકોને ધીમે ધીમે ગુલાબી ઠંડીનો અનુભવ થવા લાગે છે. લોકોને ધીમે-ધીમે ગુલાબી ઠંડીનો અનુભવ થવા લાગે છે ત્યારે ઠંડીની ઋતુમાં હેલ્થને તંદુરસ્ત રાખતા આહારો લેવાનું શરૂ થાય છે. ત્યારે લગભગ શિયાળામાં ગોળ વધુ ખવાતો હોય છે. ત્યારે શું તમે જાણો છો કે શિયાળામાં રોજ ગોળ કેમ ખાવો જોઇએ…? તેનાથી શરીરને શું ફાયદા થાય છે..?
શિયાળાનું ધીમે ધીમે આગમન થઈ રહ્યું છે ત્યારે શિયાળાની શરૂઆત સાથે ઘણાં ખોરાકનો વપરાશ વધે છે. જેમાં ગોળનો પણ સમાવેશ થાય છે. જે ઠંડીની ઋતુમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. તેના સેવનથી શરીરને અસંખ્ય ફાયદા થાય છે. શિયાળામાં કેટલાંક ચા, મીઠાઈ, કઢી, અને શરબતમાં ગોળનો ઉપયોગ કરતા જોવા મળે છે. શિયાળામાં ઠંડી સામે લડવા માટે શરીરને પુરતા પોષણની જરૂર હોય છે. ગોળમાં ગરમીની અસર હોય છે. જે શરીરને રોગ પ્રતિકારક શકિત વધારે છે અને ઠંડી દરમિયાન ઉર્જા જાળવવામાં મદદ કરે છે.
આયુર્વેદમાં ગોળનું વિશેષ મહત્વ છે તેને ગરમ ખોરાક માનવામાં આવે છે. શિયાળામાં તે શરીરનું તાપમાન વધારીને ઠંડી સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. ગોળમાં આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા ઘણા જરૂરી ખનીજો હોય છે જે ઠંડીની ઋતુમાં રકત પરિભ્રમણ અને સ્નાયુઓની કામગીરી સારી બનાવે છે તે એન્ટિઓક્સિડન્ટો અને ખનિજોથી ભરપુર છે. જે રોગપ્રતિકારક શકિતને મજબુત બનાવવામાં મદદ કરે છે. શિયાળામાં ગોળના સેવનથી શરદી, ખાંસી અને ફલુથી બચી શકાય છે. ઠંડીની ઋતુમાં પાચનક્રિયા ધીમી પડી જાય છે ત્યારે ગોળ પાચન ઉત્સેચકોને સક્રિય કરે છે.
ગોળમાં કુદરતી મીઠાશ હોય છે જે બ્લડ સુગરને અચાનક વધતા કે ઘટના અટકાવે છે. આવી પરિસ્થિતિઓમાં ખાંડને બદલે ગોળનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. આમ, શિયાળુ પાકમાં ગોળનો ઉપયોગ કરવામાં આવે છે જે શરીરને હુંફ પુરી પાડે છે અને લોકો માટે શિયાળામાં સ્વાસ્થ્યની જાળવણી કરવી ખુબ જ સરળ પડે છે.


