દિવાળી વર્ષમાં એક વખત આવે છે પરંતુ, આખા વર્ષનું કામ આ સમયે બહેનો કરી લે છે. એટલે કે ઘરની સાફ સફાઈ દિવાળીએ રોશની અને પ્રકાશનો પર્વ છે ત્યારે લક્ષ્મીમાંની પુજા દરેક ઘર આંગણે થાય છે. ત્યારે આપણી પરંપરા મુજબ દર વર્ષે ગૃહિણીઓ ઘરની સાફ સફાઈ કરે છે અને ત્યારબાદ લક્ષ્મીપુજન કરે છે ત્યારે આ દિવસોમાં એવું થતું જોવા મળે છે કે મહિલાઓ ઘરની સાફ સફાઈમાં વ્યસ્ત હોય, જીમમાં જઈ શકતી નથી. પોતાનું રેગ્યુલર વર્કઆઉટ કરી શકતી નથી ત્યારે દિવાળીની સફાઈને વર્કઆઉટમાં ફેરવવાની મજેદાર રીત સોહા અલી ખાનએ દર્શાવી છે.
View this post on Instagram
આજકાલ દરેક વ્યક્તિ સફાઈ અને દિવાળીની તૈયારીમાં વ્યસ્ત છે. કામનો બોજ એટલો વધારે છે કે લોકો પાસે પોતાના માટે સમય જ નથી ત્યારે જો તમને તમારું રૂટિન વર્કઆઉટ ફોલો કરવાનો સમય નથી મળતો તો તમે અભિનેત્રી સોહા અલી ખાનનો આ વીડિયો અચુક નિહાળજો. આ વીડિયોમાં સોહા જીમમાં જોવા મળે છે પરંતુ, તે અહીં સામાન્ય કસરત નહીં પરંતુ ઝાડુ મારતી, ફલોર ધોતી અને અન્ય ઘરકામ કરતી વખતે કેવી રીતે સ્ટ્રેન્થ મુવ્સ કરી શકાય તે બતાવતી કસરતો કરી રહી છે. ત્યારે આ સંપુર્ણ ફિટનેસ રૂટિન આ દિવસોમાં બની જાય છે. વીડિયોની શરૂઆતમાં સોહા એક સરળ ફુલ બોડી મુવમેન્ટ કરે છે જે શરીરને વાર્મઅપ કરે છે.
આ કસરતો દ્વારા ખભા, હાથ, કોર અને પગને સક્રિય કરે છે અને શરીરમાં રકત પરિભ્રમણ વધારે છે. આમ, જુદી-જુદી મજેદાર ટ્રીકો કે જે કરીને મહિલાઓ પોતાની ફિટનેસ પણ જાળવી શકે છે. જ્યારે તે તહેવારોની મોસમ દરમિયાન ઘરને સ્વચ્છ પણ બનાવી શકે છે.


