જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેતા યુવાને પ્રેમસંબંધ રાખી લગ્ન કરવા મહિલા દ્વારા અપાતા અસહ્ય ત્રાસથી કંટાળીને એસિડ પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે મરી જવા મજબૂર કર્યાનો મહિલા વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેતાં અશ્વિનભાઈ મલજીભાઇ પરમાર નામના યુવાન સાથે પ્રેમસંબંધ રાખી લગ્ન કરવા હાલ સિકકા અને મૂળ જામનગરના દીપાલીબેન દીપુભાઇ સોનછાત્રા નામના મહિલા દ્વારા માનસિક ત્રાસ અપાતો હતો. પરંતુ યુવાન યેનકેન પ્રકારે લગ્ન કરવાની ના પાડતો હતો. પરંતુ મહિલા દ્વારા અપાતા અસહ્ય ત્રાસથી કંટાળીને ગત્ તા. 30 ઓગસ્ટના રોજ રાત્રિના સમયે યુવાને એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. બનાવ અંગે મૃતકના ભાઇ હસમુખ દ્વારા જાણ કરાતા એસસી-એસટી સેલ ડીવાયએસપી મિત રૂદલાલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી મહિલા વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


