એલજી ઈલેક્ટ્રોનિક્સના આઈપીઓએ આજે 50 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવી રોકાણકારોને ખુશ કર્યા છે. જે બીએસઈ ખાતે રૂ. 1140ની ઈશ્યૂ પ્રાઈસ સામે આજે 50.44 ટકા પ્રીમિયમે 1715ના સ્તરે લિસ્ટેડ થયો હતો. જેમાં રોકાણકારોને શેરદીઠ રૂ. 575 નો નફો થયો છે. આ આઈપીઓએ માર્કેટમાં રોકાણકારો અને નિષ્ણાતોની અપેક્ષા કરતાં (32 ટકા પ્રીમિયમ) વધુ આકર્ષક પ્રવેશ કર્યો છે.
બીએસઈ ખાતે 1715ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યા બાદ 1736.40ની ટોચે પહોંચ્યો હતો. જે 10.53 વાગ્યે ઈશ્યૂ પ્રાઈસ સામે 45.40 ટકા પ્રીમિયમે 1658ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. એનએસઈ પર 1749ની ટોચે પહોંચ્યો હતો.
લગભગ બે દાયકાથી ઈલેક્ટ્રોનિક્સની દુનિયામાં અગ્રણી એલજી ઈલેક્ટ્રોનિક્સે રૂ. 1140ની ઈશ્યૂ પ્રાઈસ પર રૂ. 11607 કરોડનો આઈપીઓ યોજ્યો હતો. જે સૌથી વધુ 4.5 લાખ કરોડથી વધુના બીડ મેળવનારો ભારતનો ટોચનો આઈપીઓ બન્યો હતો. કુલ 54.02 ગણો ભરાયો હતો. જેમાં ક્યુઆઈબી પોર્શન સૌથી વધુ 166.51 ગણો, એનઆઈઆઈ 22.44 ગણો અને રિટેલ 3.54 ગણો ભરાયો હતો.
એલજી ઈલેક્ટ્રોનિક્સે રૂ. 1140ની ઈશ્યૂ પ્રાઈસ પર 13 શેર્સ એલોટ કર્યા હતા. જેમાં આજે તેની 1736.40ની ટોચને ધ્યાનમાં લેતાં રોકાણકારોને શેરદીઠ રૂ. 596.4 અને લોટદીઠ રૂ. 7753નો નફો થયો છે.
ભારતના ઇતિહાસમાં અત્યારસુધી સૌથી વધુ 4 લાખ કરોડ અર્થાત્ (54.02 ગણો) સબ્સ્ક્રાઇબ્ડ થનારો પ્રથમ આઇપીઓ બન્યો છે. એલજી ઈલેક્ટ્રોનિક્સના આઇપીઓએ સબ્સ્ક્રિપ્શન મામલે 2024માં આવેલા બજાજ હાઉસિંગ ફાયનાન્સના આઇપીઓનો રેકોર્ડ તોડ્યો છે. તે સમયે બજાજ હાઉસિંગ ફાયનાન્સના ઇશ્યુ માટે કુલ 3.2 લાખ કરોડના બીડ ભરાયા હતા. બજાજ હાઉસિંગનો રૂ. 6560 કરોડનો આઇપીઓ કુલ 67.43 ગણો સબ્સ્ક્રાઇબ્ડ થયો હતો. જેમાં રિટેલ પોર્શન 7.41 ગણું, ક્યુઆઇબી 222.05 ગણું અને એનઆઇઆઇ 43.98 ગણું ભરાયું હતું.


