Friday, December 5, 2025
Homeરાજ્યહાલારસોયલ ટોલનાકા પાસેની હોટલમાં વેઇટરનો દવા પી આપઘાત

સોયલ ટોલનાકા પાસેની હોટલમાં વેઇટરનો દવા પી આપઘાત

ધ્રોલ તાલુકાના સોયલ ટોલનાકા પાસે આવેલી હોટેલમાં વેઇટર તરીકે કામ કરતાં યુવાને ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આદરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ ધ્રોલ તાલુકાના સોયલ ટોલનાકા પાસે આવેલી રાજમોમાઇ હોટેલમાં વેઇટર તરીકે કામ કરતાં આણંદ જિલ્લાના પંડોરી ગામનો કિરીટભાઇ રાયસંગભાઇ બારૈયા (ઉ.વ.33) નામના યુવાને ગત્ તા. 06ના રોજ વહેલીસવારના સમયે હોટલના રૂમમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં બેશુદ્ધ હાલતમાં મળી આવ્યો હતો. જેથી તેને હોટલ સંચાલક દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે હોટલના સંચાલક હરપાલસિંહ સોઢા દ્વારા જાણ કરતા હે.કો. જે. કે. દલસાણિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આપઘાતનું કારણ જાણવા તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular