Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર : ઉદ્યોગિક હિતકારી પેનલનો તમામ 21 બેઠક પર વિજય - VIDEO

જામનગર : ઉદ્યોગિક હિતકારી પેનલનો તમામ 21 બેઠક પર વિજય – VIDEO

વિષ્ણુ મહેશભાઇ પટેલ સર્વ સંમતીથી પ્રમુખ તરીકે જાહેર : દરેડ જીઆઇડીસી એસોસીએશનમાં સત્તા પલટો

જામનગર દરેડ જીઆઇડીસી એસોસીએશનની ચુંટણી ગઇકાલે યોજાઇ હતી. જેમાં ઉદ્યોગકારોએ ઉત્સાહભેર મતદાન કર્યુ હતું. આ ચુંટણીમાં સત્તા પલટા સાથે ઉદ્યોગીક હિતકારી પેનલ તમામ 21 બેઠકો ઉપર વિજય મેળવ્યો હતો. વિજય બાદ ઉદ્યોગીક હિતકારી પેનલના તમામ વિજેતા ઉમેદવારોએ સર્વ સંમતિથી વિષ્પુ પટેલને એસોસીએશનના નવા પ્રમુખ જાહેર કર્યા હતાં.

- Advertisement -

જામનગરના બ્રાસ ઉદ્યોગમા દરેડ જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનની 21 કારોબારી બેઠકો માટે ગઈકાલે, 12 ઓક્ટોબરના રોજ યોજાયેલી ચૂંટણીમાં સત્તાપલટો થયો છે. ‘ઉદ્યોગિક હિતકારી પેનલ’ (ત્રિશૂળ) દ્વારા તમામ 21 બેઠકો પર જંગી મતે વિજય મેળવવામાં આવ્યો છે, જેના કારણે સાત વર્ષથી શાસનમાં રહેલી પૂર્વ પ્રમુખ દિનેશભાઇ ડાંગરીયા નેતૃત્વ હેઠળની ‘પ્રગતિશીલ પેનલ’ (સૂર્ય)ની હાર થઈ છે.

દરેડ વિસ્તારમાં આવેલા આ એસોસિએશનના કુલ 1845 સભ્યોમાંથી 1649 સભ્યોએ મતદાન કર્યું હતું, જે રેકોર્ડબ્રેક 89%ની આસપાસનો મતદાન આંક દર્શાવે છે. મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સવારે શરૂ થઈ બપોર સુધીમાં 70% સુધી પહોંચી હતી અને સાંજે 5 વાગ્યા સુધી અવિરત રહી હતી.

- Advertisement -

મતદાન બાદ સાંજે શરૂ થયેલી મત ગણતરીમાં ચૂંટણી પંચ દ્વારા 1649 મતદાનમાંથી 36 મતો નાની-મોટી ખામીઓના કારણે રદ કરવામાં આવ્યા હતા, જેથી કુલ 1613 મતો વેલિડ ગણવામાં આવ્યા હતા. આ પરિણામોમાં ‘ઉદ્યોગિક હિતકારી પેનલ’ના ઉમેદવાર અતુલભાઈ ગંગદાસભાઈ પટેલે સૌથી વધુ 910 મતો મેળવી વિજય મેળવ્યો હતો. જ્યારે યુવા ઉમેદવાર વિષ્ણુભાઈ મહેશભાઈ પટેલે બીજા નંબરે 898 મતો મેળવીને જીત હાંસલ કરી હતી. જીત બાદ ‘ઉદ્યોગિક હિતકારી પેનલ’ના તમામ વિજેતા ઉમેદવારોએ સર્વસંમતિથી વિષ્ણુ મહેશભાઈ પટેલને એસોસિએશનના નવા પ્રમુખ તરીકે જાહેર કર્યા હતાં.

- Advertisement -

ઉદ્યોગીક હિતકારી પેનલના અતુલભાઇ પટેલએ 910 મત, વિષ્ણુ પટેલ 898 મત, દિલીપભાઇ વાદી 883 મત, મુકેશભાઇ વિરાણી 882 મત, અશ્વિનભાઈ કાછડીયા 873 મત, ધનજીભાઇ ઢોલરીયા 870 મત, જયેશભાઇ કથીરીયા 870 મત, લાલજીભાઇ મારકણા 869 મત, જીગ્નેશભાઇ લાવકી 865 મત, અનીલભાઇ કથીરીયા 856 મત, જીતેન્દ્રભાઇ ડોબરીયા 854 મત, ઓમપ્રકાશ મહેશ્વરી 845 મત, અશ્વિનભાઈ મોલીયા 842 મત, જયંતિભાઇ માધાણી 839 મત, જીતેનભાઇ શાહ 838 મત, હિતેશભાઇ હરપાલ 827 મત, દિપકભાઇ નારીયા 821 મત, ઇશ્ર્વરભાઇ માકડીયા 819 મત, સંજયભાઇ ધાવડા 817 મત, શાંતિલાલ પરમાર 817, રામજીભાઇ કણજારીયા 809 મત મેળવ્યા હતાં.

ચૂંટણીના અંતે એક બેઠક પર ટાઇ પડવાનો રોમાંચક કિસ્સો બન્યો હતો, જેમાં ‘પ્રગતિશીલ પેનલ’ના રાજેશભાઈ ચાંગાણી અને ‘ઉદ્યોગિક હિતકારી પેનલ’ના રામજીભાઈ કણજારીયાને સમાન મતો મળ્યા હતા; જોકે, રાજેશભાઈ ચાંગાણીએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લઈને ‘ઉદ્યોગિક હિતકારી પેનલ’ના ઉમેદવાર રામજીભાઈ કણજારીયાને સમર્થન આપીને તેમને વિજયી બનાવ્યા હતા, જેથી તમામ 21 બેઠકો પર એક જ પેનલનો કબજો થયો હતો. વિગતવાર આંકડાઓ દર્શાવે છે કે, કુલ 1613 વેલિડ મતોમાંથી 1369 મતો પેનલ ટુ પેનલ (સીધા એક જ પેનલને) પડ્યા હતા, જ્યારે 280 મતદારોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાનું નોંધાયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular