Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરઅમિત શાહની ખેતીની જમીન બોગસ નામધારી શખ્સે પચાવી પાડી

અમિત શાહની ખેતીની જમીન બોગસ નામધારી શખ્સે પચાવી પાડી

જામનગર શહેરના વતની અને હાલ યુકેમાં રહેતાં જૈન પ્રૌઢની વસઇમાં આવેલી જમીન ચાર શખ્સોએ બોગસ વ્યક્તિ દ્વારા પ્રૌઢના નામની ઓળખ આપી દસ્તાવેજ બનાવી લઇ, પચાવી પાડયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

વિશ્વાસઘાત અને છેતરપિંડીના બનાવની મળતી વિગત મુજબ જામનગરની જયંત સોસાયટીના વિજયનગર વિસ્તારમાં રહેતા અને હાલ યુકેમાં વસવાટ કરતાં અમિતભાઇ દામજીભાઇ શાહ નામના વેપારી પ્રૌઢની જામનગર તાલુકાના વસઇ ગામમાં આવેલી ખેતીની જમીન પચાવી પાડવા માટે ભગવાનજી હંસરાજ ગોરી નામના શખ્સે અમિત દામજી શાહનું નામ ધારણ કરનાર મહારાષ્ટ્રના શખ્સ તથા નવીન રામજી ગોરી અને યોગેશ કેશવજી શાહ સહિતના ચાર શખ્સોએ એકસંપ કરી જૈન પ્રૌઢનું ખોટું નામ ધારણ કરનાર શખ્સે જામનગરની કચેરીમાં ફેબુ્રઆરી 2025માં બનાવટી દસ્તાવેજો ખરા તરીકે રજૂ કરી સાક્ષીઓ અને ખોટી ઓળખ આપી 1681 નંબરના 2025ના દસ્તાવેજ બનાવી જમીન ભગવાનજી ગોરીના નામે કરાવી પચાવી પાડી હતી. આ બનાવ અંગે અમિત શાહ દ્વારા જાણ કરાતા પીઆઇ જે. જે. ચાવડા તથા સ્ટાફએ ચાર શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular