આજકાલનો ટ્રેન્ડ મોઢાથી મોઢે વાત કરતા ચેટ દ્વારા કોમ્યુનિકેશનનો થઈ ગયો છે જેમાં લગભગ આખા દિવસમાં આપણે કેટલીય એક શબ્દનો પ્રયોગ વારંવાર કરતા હોઇએ છીએ અને તે છે ‘OK’ ત્યારે શું તમને આ ‘OK’નું ફુલફોર્મ અને ઈતિહાસ વિશે ખબર છે…? તો ચાલો જાણીએ..
વાતચીત દરમિયાન તમે ઘણીવાર ‘OK’ શબ્દનો ઉપયોગ કરો છો, આ શબ્દ ખાસ કરીને જ્યારે બધુ બરાબર હોય ત્યારે બોલવામાં આવે છે. જો કે શું તમે તેનું પૂર્ણ સ્વરૂપ જાણો છો…? તો ચાલો તેનો ઈતિહાસ પણ જાણો. ભારત અને વિદેશમાં એક ખુબ જ સામાન્ય શબ્દ છે અને તે છે ‘OK’ . આ શબ્દ કદાચ દરરોજ બોલાતો હોય છે આ શબ્દ વાતચીત દરમિયાન ઘણીવખત ઉપયોગમાં લેવાય છે.
આમ જોઇએ તો ‘OK’ નું કોઇ નિશ્ચિત પુર્ણ સ્વરૂપ નથી. આવી સ્થિતિમાં તે ટૂંકાક્ષર પણ નથી. વાત્સવમાં તે એક કટાક્ષપૂર્ણ અભિવ્યક્તિ છે. જો કે, જો આપણે જોઇએ તો આપણને તેના માટે ‘Oll korrect’ જોવા મળે છે. અમેકિમાં બોસ્ટન અખબારોથી ‘OK’ શબ્દ લોકપ્રિય બન્યો હતો. 1830 ના દાયકામાં અખબારોમાં ઈરાદાપુર્વક ખોટી જોડણી લખવામાં આવી હતી તે ફની સ્વરૂપમાં લખાયું જે લોકોને ખુમ ગમ્યું હતું. માટે આમ આ ખોટી જોડણી ‘Oll korrect’ નું ટૂંકુ સ્વરૂપ ‘OK’ તેમ માનવામાં આવે છે. આ શબ્દ અમેરિકામાં ખુબ પસંદ કરવામાં આવ્યો અને ધીમે ધીમે તેને અન્ય દેશોમાં અપનાવવામાં આવ્યો જ્યારે ‘OK’ ને લઇને બીજી કેટલીક વાતોપણ પ્રચલિત છે જેમ કે…
જર્મનમાં તેને ‘ઓહને કોરેકટુર’ કહેવામાં આવે છે. જેનો અર્થ ‘સુધારણા વિના’ થાય છે.
ગ્રીકમાં એક કહેવત છે ‘ઓલા કાલા’ જેનો અર્થ ‘બધુ સારું’ થાય છે. જો કે, આ શબ્દોને સ્વીકારવામાં આવ્યા ન હતાં. ત્યારે કેટલીક જગ્યાએ ‘OK’ નું પૂર્ણ સ્વરૂપ ‘Objections Killed’ પણ કહેવામાં આવ્યું છે. જો કે, આના કોઇ પુરાવા નથી આજ કારણ છે કે ‘OK’ નું પૂર્ણ સ્વરૂપ સંપૂર્ણપણે સાચુ માનવામાં આવ્યું છે.


