ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં જ ઝોહોની મેઇલ સેવા શરૂ કરી છે. આ પછી ગુજરાત સરકારે તમામ વિભાગોને ઝોહોની સેવાઓ અપનાવવાનો આદેશ આપ્યો છે. ઝોહો માત્ર મેઈલિંગ સેવા જ પ્રદાન કરતું નથી. પરંતુ, માઈક્રોસોફટ અને ગુગલની જેમ કંપની વિવિધ પ્રકારના સાધનો પણ પ્રદાન કરે છે. તાજેતરમાં તેનું મેસેજિંગ ટુલ, અરટાઈ પણ સમાચારમાં રહ્યું છે.
ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેઓ ઝોહો મેઇલ પર સ્વિચ કરી રહ્યા છે. હવે ગુજરાત સરકારે તમામ ઓફિસ હેડ ઓફિસ હેડને ઝોહોમાં જવાનો આદેશ આપ્યો છે. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવાયું છે કે, આ આત્મનિર્ભર ભારત તરફનું એક પગલું છે. સ્થાનિક કંપનીઓને પ્રોત્સાહન આપવા માટે તમામ વિભાગો જાહેર ક્ષેત્રની કંપનીઓ બોર્ડ અને કોર્પોરેશનોને ઝોહો મેઇલ અને ઝોહો ઓફિસ સ્યુટનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.
ગુજરાત સરકારનો આ આદેશ એવા સમયે આવ્યો છે જ્યારે દેશભરમાં ઝોહોની ચર્ચા થઈ રહી છે. ગૃહમંત્રી અમિત શાહે આ અઠવાડિયે X પર ઝોહો મેઇલ પર સ્વિચ કરવા અંગેની માહિતી પણ શેર કરી તેમણે પોતાનું નવું સતાવાર ઈમેઇલ સરનામું, ઈડી પણ શેર કર્યુ. ઝોહોએ ગૃહમંત્રીની પોસ્ટનો આભાર માનીને જવાબ આપ્યો. છેલ્લાં કેટલાંક સમયથી ઝોહો અને અરટ્ટાઇ ચર્ચામાં છે. શ્રીઘર વેમ્બુ દ્વારા સ્થાપિત બેંગ્લુરૂ સ્થિત આ કંપની 45 થી વધુ ઉત્પાદનો અને સેવાઓ ધરાવે છે. આ કંપનીનું ઈન્સ્ટન્ટ મેસેજીંગ પ્લેટફોર્મ છે. જે વોટસએપ જેવું જ છે. આ પ્લેટફોર્મ પર કોલિંગ અને ટેક્સિટંગ બન્ને ઉપલબ્ધ છે. જો કે તે ટેક્સટ મેસેજ માટે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન ઓફર કરતુ નથી. ત્યારે શ્રીધર વેમ્બુએ જણાવ્યું હતું કે, તેમની ટીમ આ સુવિધા પર કામ કરી રહી છે. અને તે નવેમ્બર સુધીમાં અરટ્ટાઇ પર લાઈવ થશે. આ ઉપરાંત માઈક્રોસોફટ અને ગુગલની જેમ ઝોહો ઘણાં ટુલ્સ ઓફર કરે છે. આ ટુલ્સ પાવર પોઇન્ટ અને એમએસ વર્ડ જેવા પ્લેટફોર્મને ટક્રર આપે છે. ઝોહો માત્ર એક સ્વદેશી કંપની નથી પરંતુ, તેની સેવાઓ અન્ય કંપનીઓ કરતા સસ્તી પણ છે આ તેની લોકપ્રિયતાનું એક મુખ્ય કારણ છે.


