જીએસટી વિભાગ દ્વારા ચાલી રહેલી તપાસમાં હવે મોટા ખુલાસા થઈ રહ્યા છે. તાજેતરમાં પ્રાપ્ત માહિતી મુજબ, અલ્કેશ પેઢડીયા દ્વારા પોતાના પરિવારના સભ્યો તથા નજીકના સંબંધીઓના નામે અનેક બેનામી વ્યવહારો કરવામાં આવ્યા હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું છે. આ વ્યવહારો દ્વારા મોટી રકમના હેરફેર અને કરચોરીના સંકેતો મળતા, વિભાગે તપાસ વધુ કડક બનાવી છે.
વિભાગના સમન્સ બાદ પણ અલ્કેશ પેઢડીયા એક સપ્તાહથી હાજર રહ્યા નથી, જેના કારણે હવે તેમના સામે કાયદાકીય સંકજો કસાવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જીએસટી વિભાગ દ્વારા સમન્સનું બાદ મિલકતો ટાચમા લેવાની કાર્યવાહી શરુ કરી છે..
તે ઉપરાંત, એક સ્થાનિક વેપારીએ પોલીસમાં પેઢડીયા વિરુદ્ધ ફરીયાદ નોંધાવતાં, હવે વધુ કેટલાક વેપારીઓ પણ આવી ફરીયાદો નોંધાવવાની તૈયારીમાં હોવાનું મનાય છે. આથી કેસનું પરિમાણ વધુ મોટું બનવાની શક્યતા છે.
જીએસટી વિભાગે હાલ અલ્કેશ પેઢડીયાની મિલકતોને ટાંચમાં લેવાની કાર્યવાહી શરૂ કરી છે, તેમજ તેમના અને તેમના પરિવારના અનેક બેન્ક એકાઉન્ટ્સ સીઝ કરી દીધા છે. ઉપરાંત, કોઈ પણ રીતે દેશ છોડીને નાસી ન જાય તે માટે સંબંધિત એજન્સીઓ સાથે સંકલન કરીને કાયદાકીય નિયંત્રણો લગાવવામાં આવ્યા છે. આ કેસમાં અનેક સ્તરો પર તપાસ ચાલી રહી છે અને આવનારા દિવસોમાં વધુ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.


