બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ શિક્ષક અધિવેશનમાં કરશનપર પ્રાથમિક શાળાને આદર્શ શાળા તરીકે સન્માનિત કરવામાં આવી હતી.
જામનગર મુકામે યોજાયેલા સન્માન કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, રાઘવજીભાઈ પટેલ, ગુજરાત રાજ્ય શિક્ષક સંઘના પ્રમુખ દિગુભા જાડેજા, શિક્ષણ સમિતિના ચેરમેન તેમજ અનેક મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં અપૂર્વમુની સ્વામી દ્વારા પુષ્પહાર- આશીર્વાદથી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિપુલભાઈ મહેતા અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રચાર્ય સંજયભાઈ જાની દ્વારા સાલ ઓઢાડીને અને પ્રમાણપત્ર દ્વારા સન્માન પ્રાપ્ત થયું. આ સન્માન સ્વીકારતા શાળાના આચાર્ય ડો.ભાવેશકુમાર મહેતાએ જણાવ્યું કે શાળા પરિવારના શિક્ષકો, એસ.એમ.સી.સદસ્યઓ, ગામના નાગરિકો તેમજ શાળાનો મુખ્ય આધાર સ્તંભ એવા વિદ્યાર્થીઓના સહિયારા પરિશ્રમ અને પ્રતિબધતા દ્વારા જ આ સન્માન શક્ય બન્યું છે.


