દ્વારકામાં આવેલ પટેલકા ગામમાં જાતિ ભેદભાવ થતો હોવાની ઘટના સામે આવતા ભીમ આર્મી દ્વારા પટેલકામાં સભા યોજાઇ હતી. પટેલકા ગામમાં અનુસુચીત જાતિના લોકો દ્વારા બહિષ્કાર કરવામાં આવતો હોય આ અંગે ભીમ આર્મીને જાણ થતાં ભીમ આર્મી દ્વારા સભા યોજી ડીવાયએસપીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અને આ અંગે કાર્યવાહી કરવા માંગણી કરાઇ હતી. જો 11 તારીખ પૂર્વે આ અંગે કોઇ કાર્યવાહી નહીં થાય તો રાષ્ટ્રપતિના આગમન વખતે કાફલો રોકી વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારાઇ હતી. ડીવાયએસપી દ્વારા આવેદનપત્ર સ્વીકારી પટેલકા ગામમાં જાતિ ભેદભાવ નાબૂત કરવા બાહેધરી આપી હતી.


